Kheda: આ તે કેવો વિકાસ! રેલવે કોરિડોર બનાવવામાં પાણીના નિકાલ માટેનો કાંસ પૂરી દેવાતા પ્રજા પરેશાન, ગામમાં ભરાયા પાણી- જુઓ Video
Kheda: તંત્રના અણઘડ વહીવટનો વધુ એક પુરાવો ખેડાના રૂણ ગામમાં સામે આવ્યો છે. અહીં નવો રેલવે કોરિડોર બનાવવામાં આવ્યો. આ કોરિડોર બનાવવામાં પાણીના નિકાલ માટેનો જે કાંસ હતો તેને પૂરી દેવામાં આવ્યો. આથી વરસાદી પાણીનો જે નિકાલ કાંસ દ્વારા થતો હતો તે બંધ થઈ ગયો અને ગામમાં પાણી ભરાયા છે. પાણીના નીકળવાની જગ્યા ન મળતા હવે ગામમાં કેટલાય દિવસોથી પાણી ભરાયા છે અને ગામલોકોને પારાવાર હાલાંકી સહન કરવાનો વારો આવ્યો છે.
Kheda: વિકાસના વાંકે પ્રજા પરેશાન. આવું જ કંઈક થયું છે ખેડા જિલ્લામાં આવેલા રૂણ ગામમાં. ગામમાં નવો રેલવે કોરિડોર બની રહ્યો છે. જે સારી વાત છે પરંતુ આ વિકાસની ગ્રામજનોએ મોટી કિંમત ચૂકવવી પડી છે. આ ચાર દ્રશ્યો એ વાતની સાક્ષી પૂરી રહ્યા છે કે રૂણ ગામના લોકોને વિકાસના ભોગે કેવી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. રેલવેની કામગીરી દરમિયાન વરસાદી પાણીના નિકાલનો કાંસ પૂરી દેવામાં આવ્યો અને ત્યાર બાદ ગામમાં પાણી ભરાયા અને ત્યાર પછી આ સ્થિતિનું નિર્માણ થયું છે.
હવે વાત કરીએ ખેડા જિલ્લાના રુણ ગામની. થોડા દિવસ પહેલા પડેલા ભારે વરસાદને પગલે ગામમાં પાણી ભરાઈ ગયા હતા. આમ તો વરસાદી પાણીના નિકાલ માટે કાંસ મુકવામાં આવ્યા છે. પરંતુ ગામમાં બની રહેલા રેલવે કોરિડોરની કામગીરીને પગલે કાંસનું પુરાણ કરી દેવામાં આવ્યું હતું. જેથી વરસાદી પાણીને નીકળવા માટે જગ્યા ન મળી અને તેને કારણે ગામમાં વરસાદી પાણી ભરાઈ રહ્યું. છેલ્લા 15 દિવસથી ગામના લોકો વરસાદી પાણી ભરાઈ જવાથી પરેશાન છે.
કાંસનું પુરાણ થઈ જવાથી વરસાદી પાણી ખેતરો તરફ વળ્યા અને ખેતીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું. આશરે 200 વીઘા ખેતીની જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા. સ્થાનિકોનો આક્ષેપ છે કે વહીવટી તંત્રની ગંભીર બેદરકારીનો ભોગ ગામના લોકોને બનવું પડ્યું છે.
આ પણ વાંચો: Breaking News : રાજકોટ સર્વેશ્વર ચોકમાં મોટી દુર્ઘટના, સ્લેબ તૂટી પડતા અનેક લોકો વોકળામાં ખાબક્યા, જુઓ Video
હાલ કાંસ પુરાઈ જવાથી ગામમાંથી પસાર થતી કાંસનું દુષિત પાણી લીંબાસી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. ગામમાં પાણી ભરાઈ જવા માટે જે કોરિડોરની કામગીરીને જવાબદાર ગણવામાં આવે છે, તે સ્થળે tv9ની ટીમે મુલાકાત લીધી તો જાણવા મળ્યું કે જો આગામી દિવસોમાં ફરી ભારે વરસાદ થશે તો રુણ ગામના લોકોને ફરી આવી જ મુસીબતનો સામનો કરવાનો વારો આવશે.
ખેડા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
