Kheda : વડતાલધામ દ્વિશતાબ્દી નિમિત્તે યોજાયેલી સહજાનંદી બાળ શિબિર સંપન્ન, 2500 જેટલા બાળકોએ લીધો ભાગ

|

May 11, 2023 | 10:03 AM

Kheda News : વડતાલધામમાં 5 થી 9 મે દરમિયાન પંચદિનાત્મક સહજાનંદી બાળ શિબિર યોજાઇ હતી. જે સંપન્ન થઈ છે. છેલ્લા સાત વર્ષથી નિયમિત યોજાતી આ બાળ શિબિરમાં આ વર્ષે 2500 કરતા વધુ દિકરા-દિકરીઓએ ભાગ લીધો હતો.

Kheda : વડતાલધામ દ્વિશતાબ્દી નિમિત્તે યોજાયેલી સહજાનંદી બાળ શિબિર સંપન્ન, 2500 જેટલા બાળકોએ લીધો ભાગ

Follow us on

ખેડા (Kheda) જિલ્લામાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામમાં 5 થી 9 મે દરમિયાન પંચદિનાત્મક સહજાનંદી બાળ શિબિર યોજાઇ હતી. જે સંપન્ન થઈ છે. છેલ્લા સાત વર્ષથી નિયમિત યોજાતી આ બાળ શિબિરમાં આ વર્ષે 2500 કરતા વધુ દિકરા-દિકરીઓએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો-Cumin Price: ચીનમાં માગ વધવાને કારણે ભારતમાં જીરું મોંઘું થયું, થોડા મહિનામાં ભાવમાં 50%નો થયો વધારો

વડતાલગાદીના વર્તમાન પિઠાધિપતિ 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી તથા મુખ્યકોઠારી ડો. સંત સ્વામી દ્વારા બાળકોમાં સુસંસ્કારી પ્રજ્ઞાના વિકાસ માટે આ પ્રકારના કાર્યક્રમો કરતા રહેવામાં આવે છે. આ પ્રસંગે આચાર્ય મહારાજે જણાવ્યુ હતુ કે સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રગતિનું રહસ્ય બાળ યુવા પ્રવૃત્તિ છે , આ પ્રવૃત્તિથી અમે અતિપ્રસન્ન છીએ,આ પ્રવૃત્તિમાં કાર્યકર્તાઓ અને શ્યામવલ્લભ સ્વામી તથા નારાયણચરણ સ્વામી વગેરે યુવાન સંતોને અભિનંદન પાઠવું છુ.

પ્રથમ સત્રમાં મુખ્ય કોઠારી ડો. સંત સ્વામી, નૌતમ સ્વામી, પી પી સ્વામી,બ્રહ્મ સ્વામી, અથાણાવાળા સ્વામી,ઘનશ્યામ ભગત ટ્રસ્ટી, ગુણસાગર સ્વામી વિરસદ, મહેન્દ્રભાઈ નિલગિરિવાળા વગેરે દ્વારા દીપપ્રાગટ્ય સાથે શરૂઆત કરવામાં આવી.

પ્રથમ દિવસે “ હું હરિકૃષ્ણ મહારાજનો આશ્રિત છું , આ જીવનભરની દ્રઢતા કેળવીએ ,નિર્વ્યસની રહીએ, પરિવાર – સમાજ અને સત્સંગનું ગૌરવ વધે એવુ આદર્શ જીવન જીવીએ તથા વડતાલ મારું અને હુ વડતાલનો “ આ પ્રતિજ્ઞા સાથે ડો. સંત સ્વામીએ શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે નૌતમ સ્વામી અને પી પી સ્વામીએ પણ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતુ.

પાંચ દિવસની શિબિરમાં અનેક કાર્યક્રમો યોજાયા

પાંચ દિવસમાં બાળકોએ પ્રભાતફેરી, ગૌપૂજન , માતૃવંદના, રાસ , પૂજા , યોગાસન , પ્રાણાયામની સામુહિક શિક્ષા ગ્રહણ કરી હતી.
શિબિરમાં શુકદેવ સ્વામી નાર, ઈશ્વરચરણ સ્વામી – કુંડળધામ , પ્રિયદર્શન સ્વામી -પીજ, ઘનશ્યામ સ્વામી-વાસદ , સુરેશભાઈ પ્રજાપતિ વગેરેએ પ્રેજન્ટેશન સાથે બાળકોને બોધપ્રદ વાતો કરી હતી. અહી તમામ બાળકોની રહેવા જમવાની વ્યવસ્થા સાથે સમગ્ર શિબિરનું સફળતા પૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું. વડાતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવમા 5 હજાર બાળકોની મહાશિબિર સંપન્ન થાય,એવા શુભ સંકલ્પ સાથે સાતમી શિબિર પૂર્ણ કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

Next Video