Kheda : વાત્રક નદીમાં પૂરમાં 4 દિવસથી 15થી વધુ કપિરાજ ફસાયા, વનવિભાગે દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન, જુઓ Video

|

Sep 21, 2023 | 7:58 AM

ખેડા જિલ્લામાં ગત રવિવારે ભારે વરસાદ (Rain) અને ઉપરવાસમાંથી છોડાયેલા પાણીના પૂરની સ્થિતિ સર્જાઈ હતી. નદીમાં પૂરના કારણે માત્ર માણસ જ નહીં પરંતુ પશુઓ પણ પ્રભાવિત થયા છે. વારસંગ ગામ પાસેથી પસાર થતી વાત્રક નદીમાં (Vatrak river) પૂરના કારણે 15થી વધુ કપિરાજ છેલ્લા 4 દિવસથી નદીના વહેણમાં ફસાયા છે. 

Kheda : ખેડા જિલ્લામાં ગત રવિવારે ભારે વરસાદ (Rain) અને ઉપરવાસમાંથી છોડાયેલા પાણીના પૂરની સ્થિતિ સર્જાઈ હતી. નદીમાં પૂરના કારણે માત્ર માણસ જ નહીં પરંતુ પશુઓ પણ પ્રભાવિત થયા છે. વારસંગ ગામ પાસેથી પસાર થતી વાત્રક નદીમાં (Vatrak river) પૂરના કારણે 15થી વધુ કપિરાજ છેલ્લા 4 દિવસથી નદીના વહેણમાં ફસાયા છે.

આ પણ વાંચો- Gujarati: વડોદરામાં રસ્તા પરના ખાડા પર શરૂ થઈ રાજનીતિ, કોંગ્રેસ શહેર પ્રમુખે સત્વરે ખાડા પુરવાની કરી માગ

ફસાયેલા કપિરાજને સુરક્ષિત બહાર કાઢવા માટે ફાયર વિભાગ સાથે મળીને વનવિભાગે રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી. પાણીના વહેણમાં ફસાયેલા કપિરાજોનું રેસ્ક્યૂ કરવામાં ઘણા પડકારો આવ્યા હતા.

ફાયર વિભાગે નદીના વહેણમાં દોરડા નાંખીને વહેણમાંથી બહાર આવે એ રીતે પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તેમાં સફળતા ન મળી. ત્યાર બાદ નદીના વહેણમાં ઝાડની ડાળખીઓ નાંખીને એક રસ્તો બનાવીને કપિરાજને બહાર કાઢવા માટે પ્રયાસો કરવામાં આવ્યા.

ચાર દિવસથી પાણીના વહેણમાં ફસાયેલા વાનરો ભૂખનો પણ સામનો કરી રહ્યા છે. વનવિભાગે સ્થાનિક તરવૈયા અને બોટની મદદથી કપિરાજ માટે કેળા જેવા ફળો મોકલીને તેમને ભોજન પહોંચાડ્યો. વનવિભાગને વિશ્વાસ છે કે સતત પ્રયાસથી તેઓ કપિરાજનું રેસ્ક્યૂ કરવામાં સફળ થશે.

ખેડા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:58 am, Thu, 21 September 23

Next Video