ખેડા(Kheda) જિલ્લાના માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ(Kesarisinh Solanki) રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે. કેસરીસિંહ સોલંકીએ આક્ષેપ કર્યો કે પોલીસ(Police) અધિકારીઓ ધારાસભ્યની રજૂઆત પણ સાંભળતા નથી. ગુજરાતમાં પોલીસ અધિકારીઓનું રાજ ચાલતુ હોવાનો કેસરીસિંહ આરોપ લગાવ્યો છે. જેમાં 8 ફેબ્રુઆરીએ કેસરીસિંહના પિતાનો ખેતરમાં ચાર લોકો સાથે ઝગડો થયો હતો. જે અંગે કેસરીસિંહના પિતાએ લીંબાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ આરોપીઓ 15 દિવસ પસાર થવા છતાં અને ગામમાં હોવા છતાં ઝડપાયા નથી. ત્યારે કેસરીસિંહ સોલંકીએ પોલીસ આરોપીઓને છાવરતી હોવાનો આક્ષેપ કરીને રાજીનામાની ધમકી આપી છે.
આ પણ વાંચો : દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગની પૂજાના અધિકારની અરજીનો હાઇકોર્ટે નિકાલ કર્યો, કરી આ ટકોર
આ પણ વાંચો : Kutch : ગોરખ ધંધો ઝડપાયો, વાડીમાં ધન છે કહી ખેડુતને ઠગનાર બે શખ્સોની ધરપકડ
Published On - 10:21 pm, Wed, 23 February 22