Kheda: નડિયાદમાં રખડતા ઢોરની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ, જાગૃત નાગરિકે PMO સુધી કરી રજૂઆત

|

Aug 15, 2023 | 11:49 PM

Kheda: નડિયાદમાં ઠેર-ઠેર રખડતા ઢોરનો આતંક છે. સ્થાનિકો રખડતા ઢોરની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જાગૃત નાગરિકે પીએમઓ સુધી રજૂઆત કરી છે. તેમનો એવો પણ આરોપ છે કે અધિકારીઓને પણ નગરપાલિકા ગેરમાર્ગે દોરે છે.

Kheda: નડિયાદમાં રખડતા ઢોરની સમસ્યા લોકોના માથાના દુ:ખાવા સમાન બની છે. શહેરનો એકપણ વિસ્તાર એવો બચ્યો નથી જ્યાં રખડતા ઢોરનો ત્રાસ ન હોય. નજર કરીએ કેટલા લોકો ભોગ બન્યા તેના પર સાંઈ હોસ્પિટલ પાસે ગાયને અડફેટે આવી જતાં ગુલાબસિંહ ઝાલા નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

કલેક્ટર ઓફિસ પાસે ગાય રસ્તા પર આવી જતાં બાઈક ચાલકનું પટકાતા મોત થયું. સરદાર ગૃહ પાસે આધેડને ગંભીર ઈજા પહોંચ્યા બાદ મોત નિપજ્યું. પીજ રોડ પર વિજય પ્રજાપતિને બાઈક પર જતી વખતે ગાયે શિંગડું માર્યું. યુવકને ગંભીર ઈજા પહોંચી. નડિયાદ-કપડવંજ રોડ પર ગાય વચ્ચે આવી જતાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો, જેમાં ચાર લોકોને ઈજા પહોંચી હતી. ચકલાસી ભાગોળ વિસ્તારમાં ઢોરે ત્રણ લોકોને અડફેટે લીધા હતા. મંગલમૂર્તિ સોસાસટી પાસે રાહદારી મહિલાને ઢોરે ગંભીર ઈજાઓ પહોંચાડી. દેરી રોડ પર રખડતાં ઢોરે વકીલ મોલેશ મહેતાને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી.

આ પણ વાંચો: Kheda : નડિયાદના હાથનોલી ગામમાં ખેતરમાંથી મળ્યા 19 ગાંજાના છોડ, SOGની રેડ પહેલા જ ખેડૂત ફરાર, જૂઓ Video

આટ આટલી ઘટનાઓ બને છતાં કોઈ નક્કર પગલાં ભરાતા નથી. નડિયાદ શહેરના એક જાગૃત નાગરિકે આ અંગે PMO સુધી રજૂઆત કરી છે. જો કે, તેમનો એવો પણ આરોપ છે કે, અધિકારીઓને પણ નગરપાલિકા ગેરમાર્ગે દોરે છે. નડિયાદ શહેરનો કોઈ એવો વિસ્તાર નથી જ્યાં રખડતાં ઢોરનો આતંક ન હતો. લોકો હવે રસ્તે નીકળતા ડરે છે. પરંતુ નગરપાલિકા આ સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે ગળે ન ઉતરે તેવા તર્ક આપે છે.

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

 

Next Video