ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ બોલાવનાર આરોપીઓ સામે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. પોલીસની આ કાર્યવાહીમાં કેટલાક નેતાના સબંધીઓ પણ હોવાનું સામે આવ્યું છે. હાલમાં જ એક ઘટના સામે આવી છે. જેમાં ખેડાના માતરના ભાજપના ધારાસભ્યના ભત્રીજાના ઘરેથી વિદેશી દારૂ ઝડપાયો છે. દારૂની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી, જેમાં MLA કલ્પેશ પરમારના ભત્રીજાના ઘરેથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો છે.
આ પણ વાંચો : નડિયાદની ધ મેથોડીસ્ટ હોસ્પિટલને મામલતદાર દ્વારા સીલ કરાઈ, RRC સર્ટિફિકેટના અંદાજિત 1 કરોડથી વધુ લેણાં બાકી
ખેડા LCBએ માતર પાસેના ભલાડા ગામે રેડ કરી દારૂ ઝડપ્યો હતો. આ કેસમાં ખેડા LCBએ બે આરોપીની ધરપકડ પણ કરી છે. દારૂની 7 હજારથી વધુ બોટલ સાથે 21 લાખ 50 હજારનો જથ્થો જપ્ત કરાયો છે. આ સમગ્ર બાબતે લીંબાસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં દારૂ બંધી છે ત્યારે આ દારૂ બંધીના ધજાગરા ઉડાવનાર વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરી રહી છે, ત્યારે ભાજપના ધારાસભ્યના સંબંધી વિરુદ્ધ પણ પોલીસ કડક કાર્યવાહી કરશે. જોકે આવા ગુનેગારોને પોલીસે ચોક્કસ પણે પાઠ ભણાવવો આવશ્યક બન્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…