નડિયાદમાં મળી આવેલ બાળકના હૃદયમાં જન્મજાત છિદ્ર, પોલીસને તપાસમાં જ ખૂબ મહત્વની કડી હાથ લાગી
Kheda: નડિયાદમાં અનાથ આશ્રમની બહાર એક બાળક મળી આવ્યું હતું. જેમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. આ મામલે પોલીસે એક મહિલાની અટકાયત કરી છે.
નડિયાદમાં બાળક ત્યજી દેવાના કેસમાં પોલીસે એક મહિલાની અટકાયત કરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન ઘટનાની હકીકત સામે આવવાની શક્યતા છે. બાળક મળ્યાના કેસમાં પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ શરુ કરી હતી. પોલીસને તપાસના ગણતરીના કલાકોમાં જ પોલીસને ખૂબ મહત્વની કડી હાથ લાગી છે. તો ટૂંક સમયમાં આ કેસના રહસ્ય પરથી પડદો ઊંચકાઈ જવાની પોલીસને આશા છે.
મહત્વનું છે કે નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા માતૃછાયા અનાથ આશ્રમ બહાર બુધવારની મોડી રાત્રે કોઈ નવજાત બાળકને મૂકી ગયું હતું. બાળકનો રડવાનો અવાજ સાંભળતા જ આશ્રમના સંચાલકો બહાર દોડી આવ્યા હતા. બાળકની તબિયત નાજુક લાગતા તેને તાત્કાલિક નડિયાદની સિવિલ હોસ્પિટલ લઈ જવાયું હતું. ત્યાંથી બાળકને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં લવાયું હતું. જ્યાં ડૉક્ટરની તપાસમાં સામે આવ્યું છે કે બાળકના હ્રદયમાં જન્મજાત છીદ્ર છે. તેની યોગ્ય સારવાર કરવામાં આવશે. તો થોડા સમયથી ગુજરાતમાં બાળકો ત્યજી દેવાની ઘટનાઓ વધુ સામે આવી રહી છેલ. જે પણ એક ચિંતાની વાત છે. આ ઘટનામાં પોલીસ આગળ તપાસ કરી રહી છે. બાળકને ત્યજી દેવાના કારણોનો ઘટસ્ફોટ થવાની શક્યતા છે.
આ પણ વાંચો: ‘શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી ન સોંપવી જોઈએ’: નીતિ આયોગના CEO અમિતાભ કાંતે IIM માં આપ્યા મોટા નિવેદન