Gram Panchayat Election: કેબિનેટ મંત્રી અર્જુન સિંહ ચૌહાણે પોતાના વતન વાંઠવાડી ખાતે કર્યું મતદાન, વધુમાં વધુ મતદાન કરવા આહ્વાન

|

Dec 19, 2021 | 10:50 AM

Kheda: ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન સિંહ ચૌહાણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પોતાના વતન મહેમદાવાદના વાંઠવાડી ગામ ખાતેના મતદાન મથકમાં તેમણે મતદાન કર્યું.

Kheda: રાજ્યમાં ગ્રામ પંચાયત ચૂંટણીનું (Gram Panchayat Election) મતદાન પુરજોશમાં ચાલુ છે. ત્યારે નેતા અને મંત્રીઓ પણ પોતાના ગામમાં જઈને મત અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ખેડા જિલ્લાના ગામમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન સિંહ ચૌહાણે (ArjunSinh Chauhan) પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

પોતાના વતન મહેમદાવાદના વાંઠવાડી ગામ ખાતેના મતદાન મથકમાં તેમણે મતદાન કર્યું. આ સાથે સૌને વધુમાં વધુ મતદાન કરવા માટે મંત્રીએ આહ્વાન કર્યું છે. તેમજ નવા મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મત આપવા કહ્યુ.

જણાવી દઈએ કે રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામશે. રાજ્યની કુલ 8,684 ગ્રામ પંચાયત માટે 19 ડિસેમ્બર સવારે 8 વાગે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં કુલ 27 હજાર 200 સરપંચોનું ભાવિ નક્કી થશે. તો 1 લાખ 19 હજાર 998 સભ્યો વચ્ચે ચૂંટણીનો સીધો જંગ જામશે.

મતદારોની વાત કરીએ તો, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1 કરોડ 82 લાખ 15 હજાર મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 93 લાખ 69 હજાર 202 પુરૂષ મતદારો અને 88 લાખ 45 હજાર 811 મહિલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

 

આ પણ વાંચો: Gram Panchayat Election: સુરત જિલ્લામાં મતદાન શરૂ, જિલ્લાના 9 તાલુકાની 407 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી

આ પણ વાંચો: ભારે ઠંડી વચ્ચે ગ્રામ પંચાયતના મતદાનનો માહોલ ગરમાયો, રાજ્યમાં 2 કલાકમાં નોંધાયું આટલું મતદાન

Published On - 9:54 am, Sun, 19 December 21

Next Video