ખેડા વીડિયો : સિરપકાંડ મામલે નડિયાદ અને મહેમદાવાદની હોસ્પિટલને ફટકારાઇ નોટિસ, જાણો શું કરી ભુલ
જિલ્લા આરોગ્ય વિભાગે હોસ્પિટલોને નોટિસ ફટકારી છે. જેમાં મહેમદાવાદની વેદ હોસ્પિટલ અને નડિયાદની મહાગુજરાત હોસ્પિટલને કારણદર્શક નોટિસ ફટકારી છે. હોસ્પિટલ તંત્રએ વ્યક્તિનું મોત થતાં પોલીસને પણ જાણ કરી ન હતી, ત્યારે વેદ હોસ્પિટલના માલિક કેમેરા સામે ગોળગોળ જવાબ આપતા નજરે પડ્યા હતા. હોસ્પિટલોને જે નોટિસ ફટકારવામાં આવી છે.
ખેડા : નશીલી આયુર્વેદિક સિરપે ખેડાના નડિયાદમાં 5 લોકોનો જીવ લઈ લીધો છે. જેમાં સારવાર માટે દાખલ કરાયેલ હોસ્પિટલની બેદરકારી પણ સામે આવી હતી. જેને લઈને જિલ્લા આરોગ્ય વિભાગે હોસ્પિટલોને નોટિસ ફટકારી છે. જેમાં મહેમદાવાદની વેદ હોસ્પિટલ અને નડિયાદની મહાગુજરાત હોસ્પિટલને કારણદર્શક નોટિસ ફટકારી છે.
મહેમદાવાદની વેદ હોસ્પિટલ અને નડિયાદની મહાગુજરાત હોસ્પિટલમાં યુવકના મોત બાદ પોસ્ટમોર્ટમ કરાયું ન હતું. તેમજ હોસ્પિટલ તંત્રએ વ્યક્તિનું મોત થતાં પોલીસને પણ જાણ કરી ન હતી, ત્યારે વેદ હોસ્પિટલના માલિક કેમેરા સામે ગોળગોળ જવાબ આપતા નજરે પડ્યા હતા. હોસ્પિટલોને જે નોટિસ ફટકારવામાં આવી છે. તેને લઈને હવે કેવી કાર્યવાહી થઈ શકે તેને લઈને TV9ની ટીમે જિલ્લા આરોગ્ય અધિકારી સાથે ખાસ વાતચીત કરી હતી.઼
