મહેસાણા વીડિયો : સિરપકાંડ બાદ પોલીસ તંત્ર હરકતમાં, 2 હજારથી વધારે આયુર્વેદિક સિરપની બોટલ કરી જપ્ત
મહેસાણા SPના આદેશ બાદ SOG પોલીસની ટીમે શંકાસ્પદ સિરપના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે. બાતમીના આધારે પોલીસે એરપોર્ટની પાછળ પટેલ નગરમાં ગુજરાત ડેરી પાર્લરમાં રેડ કરી હતી.આ દરમિયાન મોટી માત્રામાં સિરપનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપીને ત્યાંથી ઈઝી સ્લીપ નામની શંકાસ્પદ નશીલી સિરપના 57 બોક્સ જપ્ત કર્યા છે.
ખેડા નશીલી સિરપ કાંડ બાદ હવે મહેસાણાનું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. મહેસાણા SPના આદેશ બાદ SOG પોલીસની ટીમે શંકાસ્પદ સિરપના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે. બાતમીના આધારે પોલીસે એરપોર્ટની પાછળ પટેલ નગરમાં ગુજરાત ડેરી પાર્લરમાં રેડ કરી હતી.આ દરમિયાન મોટી માત્રામાં સિરપનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે આરોપીને ત્યાંથી ઈઝી સ્લીપ નામની શંકાસ્પદ નશીલી સિરપના 57 બોક્સ જપ્ત કર્યા છે.જેમાં 2 હજાર 313 બોટલ છે.તેની કિંમત રૂપિયા 3.47 લાખ રૂપિયા છે.તો બીજી તરફ ઊંઝામાં જય-વિજય રોડ પર આવેલી ગોકુલ ડેરી પાર્લરમાંથી શંકાસ્પદ સિરપની 121 બોટલ જપ્ત કરવામાં આવી છે.તો બીજી તરફ અમરેલીના બાબરા પોલીસે આયુર્વેદિક સિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી વિગત પ્રમાણે બાબરા પોલીસે બાબરા નગરપાલિકાના ભાજપ મહિલા સભ્યના પતિના ગોડાઉનમાં રેડ પાડી હતી. આ ગોડાઉનમાંથી પોલીસને રૂપિયા 4.50 લાખની કિંમતની 3 હજાર બોટલ મળી આવી હતી.હાલ તો પોલીસે આ બોટલનો જથ્થો જપ્ત કરી લીધો છે.
