Kheda : પરિએજ ગામે ધરાશાયી થયેલા બ્રિજનું સમારકામ શરૂ, 5મી ઓક્ટોબર સુધીમાં રસ્તો ચાલુ થવાની શક્યતા, જુઓ Video
ઓવરલોડેડ વાહનો પસાર થતાં બ્રિજ ધરાશાયી થયો છે. સાથે જ અધિકારીનો દાવો છે કે નવો બ્રિજ બનાવવા માટે સરકારમાં રિપોર્ટ કરાયો છે. મંજૂરી મળ્યા બાદ નવો બ્રિજ બનાવવામાં આવશે. તો બીજી તરફ સ્થાનિકોએ તંત્રની કામગીરી પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે.
Kheda : ખેડાના પરિએજ ગામ પાસે ધરાશાયી થયેલા માઇનોર બ્રિજનું સમારકામ શરૂ કરાયું છે. તૂટેલા બ્રિજને હંગામી ધોરણે ચાલુ કરવા માટે તંત્રએ કામગીરી શરૂ કરી છે. 5મી ઓક્ટોબર સુધીમાં રસ્તો શરૂ થાય તેવા તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. કાંસ વિભાગના નાયબ કાર્યપાલ ઇજેનરનું કહેવું છે કે, તૂટેલો બ્રિજ 40 વર્ષ જૂનો છે.
ઓવરલોડેડ વાહનો પસાર થતાં બ્રિજ ધરાશાયી થયો છે. સાથે જ અધિકારીનો દાવો છે કે નવો બ્રિજ બનાવવા માટે સરકારમાં રિપોર્ટ કરાયો છે. મંજૂરી મળ્યા બાદ નવો બ્રિજ બનાવવામાં આવશે. તો બીજી તરફ સ્થાનિકોએ તંત્રની કામગીરી પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે.
તંત્રની રહેમ નજર હેઠળ ઓવરલોડ વાહનો પસાર થતા હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં બ્રિજ તૂટી જવાને કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. બામણગામ, વિરોજા અને દલોલી સહિત ત્રણ ગામ સંપર્ક વિહોણા બન્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ