ખેડા : નડિયાદમાં તબીબી બેદરકારીથી પ્રસુતાના મોતનો આરોપ, ટાઉન પોલીસે તપાસ હાથ ધરી, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 11, 2023 | 8:28 AM

દવાપુરા ગામની પ્રસુતા મહિલાને એક દિવસ અગાઉ શુભમ હોસ્પિટલ ખાતે લવાઇ હતી. પરિવારનો આરોપ છે કે પ્રસુતિ સમયે તબીબો હાજર ન રહેતા મહિલાનું મોત નિપજ્યું છે. મહિલાના મોત બાદ રોષે ભરાયેલા ટોળાએ હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હતી.

ખેડાના નડિયાદમાં તબીબ પર બેદરકારીનો આરોપ લાગ્યો છે . શુભમ હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે પ્રસુતા મહિલા અને નવજાતનું મોત થયાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. ત્યારે નડિયાદ ટાઉન પોલીસે સમગ્ર કેસમાં તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો-પોરબંદર સમાચાર : છાયા વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની કરી હત્યા, પોલીસ તપાસ માટે FSLની લેશે મદદ, જુઓ વીડિયો

દવાપુરા ગામની પ્રસુતા મહિલાને એક દિવસ અગાઉ શુભમ હોસ્પિટલ ખાતે લવાઇ હતી. પરિવારનો આરોપ છે કે પ્રસુતિ સમયે તબીબો હાજર ન રહેતા મહિલાનું મોત નિપજ્યું છે. મહિલાના મોત બાદ રોષે ભરાયેલા ટોળાએ હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હતી. ઘટનાની જાણ થતા જ ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમજાવટથી મામલો થાળે પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હોસ્પિટલના તબીબનો દાવો છે મહિલાના મોતમાં તબીબોની બેદરકારી નથી.

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 08, 2023 03:14 PM