અમરેલી: ખાંભા APMC ની ચૂંટણીમાં ભાજપે લહેરાવ્યો વિજય પરચમ, તાલુકા ભાજપ પ્રમુખની હાર- Video
અમરેલીના ખાંભા તાલુકાની APMC ની ચૂંટણીમાં ભાજપને 8 બેઠકો પર જીત મેળવી છે જ્યારે 1 બેઠક પર આમ આદમી પાર્ટી ( AAP) ની જીત થઈ છે. જો કે આ ચૂંટણીમાં ખાંભા તાલુકા પ્રમુખ આનંદ ભટ્ટની હાર થઈ છે.
અમરેલીના ખાંભા ખાંભા APMCની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. જેમા ભાજપે 8 બેઠકો પર જીત મેળવી ભગવો લહેરાવ્યો છે. જ્યારે આમ આદમી પાર્ટી (AAP) એ એક બેઠક જીતી છે. આ ચૂંટણી પરિણામમાં એક મહત્વપૂર્ણ ઘટના એ પણ રહી કે ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ભટ્ટને પરાજયનો સામનો કરવો પડ્યો. આ ઉપરાંત, એક બેઠક પર મતગણતરી દરમિયાન ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળીને વિજેતાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ બેઠક પર ભાજપના બળવાખોર ઉમેદવારનો વિજય થયો હતો.
અગાઉ, વેપારી વિભાગની ચાર બેઠકો ભાજપ પ્રેરિત પેનલને બિનહરીફ મળી હતી, જ્યારે ખેડૂત વિભાગની બેઠકો માટે સખત રસાકસી જોવા મળી હતી. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને બળવાખોર ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો મુકાબલો હતો.
આ પરિણામો સાથે APMC પર ભાજપે તેનો દબદબો જાળવી રાખ્યો છે. વિજેતા ઉમેદવારોમાં સખવાળા ભરતભાઈ ભાદાભાઈ, હમલ બાબુભાઈ વાછુરભાઈ, તંતી રમેશભાઈ હરિભાઈ, રૈયાણી વિનુભાઈ રવજીભાઈ, વાઘોશી મેરામભાઈ કાળુભાઈ, ખુમાર શાંતિલાલ બાબુભાઈ, ગજેરા લાભુભાઈ વાલજીભાઈ, દુધાત ભરતભાઈ ધીરુભાઈ અને સંજલીયા અશ્વિનભાઈ પ્રેમજીભાઈનો સમાવેશ થાય છે.
Input Credit- Jaydev Kathi- Amreli
