Breaking News : અમદાવાદની સાબરમતીમાં કાયાકિંગ બોટ પલટી, યુવતીનો જીવ માંડ માંડ બચ્યો, જૂઓ Video

| Edited By: | Updated on: Jul 29, 2023 | 11:50 AM

કાયાકિંગની મજા માણતી યુવતીનું કોઈ કારણોસર બેલેન્સ બગડ્યું અને બોટ પલટી જતા યુવતી પાણીમાં પડી ગઇ. આ દુર્ઘટનાની જાણ થતા જ ત્વરિત રેસ્ક્યૂ (Rescue) ટીમ એક્શનમાં આવી ગઇ હતી.

Ahmedabad : અમદાવાદની સાબરમતી નદીમાં એક મોટી દુર્ઘટના થતા-થતા રહી ગઈ છે. સાબરમતી નદીમાં (Sabarmati river) કાયાકિંગની મજા માણતી યુવતીનું કોઈ કારણોસર બેલેન્સ બગડ્યું અને બોટ પલટી જતા યુવતી પાણીમાં પડી ગઇ. આ દુર્ઘટનાની જાણ થતા જ ત્વરિત રેસ્ક્યૂ (Rescue) ટીમ એક્શનમાં આવી ગઇ હતી. બચાવ ટીમે ગણતરીની સેકન્ડોમાં જ યુવતીની નજીક પહોંચીને તેને હેમખેમ બચાવી લીધી. સદનસીબે યુવતીએ લાઈફ જેકેટ પહેર્યું હોવાથી તેનો જીવ બચી ગયો. આ દુર્ઘટનામાં રેસ્ક્યૂ ટીમે પણ ગજબની ચપળતા બતાવી. મહત્વનું છે કે સાબરમતી રિવરફ્રન્ટ પર થોડા સમય પહેલા જ કાયાકિંગ શરૂ થયું છે.

આ પણ વાંચો-Vadodara rain Video : શિનોર તાલુકામાં ભારે વરસાદના પગલે ભૂખી નદી બે કાંઠે, ઉત્તરાજથી દિવેર જવાના રોડ કરાયો બંધ

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 29, 2023 11:48 AM