કોંગ્રેસના શાસનમાં કાશ્મીરમાં કેવો આતંકવાદ ફેલાયો હતો તે જાણવા કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોવી જોઈએ: અમિત શાહ

|

Mar 26, 2022 | 10:18 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તેમના સંબોધનમાં ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ ના જોઈ હોય તો જોઈ લેજો. આ  ફિલ્મમાં જોવા મળશે કોંગ્રેસના  શાસનમાં કાશ્મીરમાં કેવા અત્યાચાર અને આતંક ફેલાયો હતો.

અમદાવાદમાં એક દિવસના  પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah) તેમના સંબોધનમાં ધ કાશ્મીર ફાઇલ્સ (Kashmir Files) ફિલ્મનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ ના જોઈ હોય તો જોઈ લેજો. આ  ફિલ્મમાં જોવા મળશે કોંગ્રેસના(Congress)  શાસનમાં કાશ્મીરમાં કેવા અત્યાચાર અને આતંક ફેલાયો હતો. જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલમ 370ને ઉખાડી ફેકી દીધી છે. જ્યારે તમે નરેન્દ્રભાઈને બીજી વખત વડાપ્રધાન બનાવ્યા ત્યારે તેમણે 5 ઓગસ્ટ, 2019ના રોજ કલમ 370 હટાવી દીધી. જે ક્ષણે નરેન્દ્રભાઈએ તેમ કરવાનું નક્કી કર્યું તે જ ક્ષણે દેશભરના લોકોને સમજાઈ ગયું કે જો નરેન્દ્રભાઈ જેવા મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતા નેતા દેશનું નેતૃત્વ કરે છે કંઈપણ અશક્ય નથી.

આ ઉપરાંત અમિત શાહે એમ પણ કહ્યું હતું કે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ ટોચના નિકાસ કરનારા દેશોની અગ્રીમ હરોળમાં છે. ગાંધીનગરમાં અન્ય એક કાર્યક્રમમાં બોલતા, તેમણે કહ્યું હતું કે ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય એ ભારતને સુરક્ષિત, સમૃદ્ધ અને શક્તિશાળી બનાવવા માટે પીએમ મોદી દ્વારા હાથ ધરવામાં આવેલી નીતિઓ અને પ્રોજેક્ટ્સની સ્વીકૃતિનો પુરાવો છે. આ ચારેય રાજ્યોમાં કોંગ્રેસ સમાપ્ત થઈ ગઈ છે તે ક્યાંય દેખાતી નથી.ભાજપનો ભવ્ય વિજયએ એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતના લોકોનો વિશ્વાસ દર્શાવે છે.

આ પણ વાંચો : ગુજરાતના જામનગરમાં સ્થપાશે ટ્રેડીશનલ મેડિસીનનું વૈશ્વિક કેન્દ્ર , WHO અને ભારત સરકાર વચ્ચે કરાર

આ પણ વાંચો : કચ્છ : પોલીસની નિષ્ફળતા વચ્ચે હવે મંદિર ચોરોને ઝડપવા ફોટો પ્રસિધ્ધ કરી 51,000 ઇનામની જાહેરાત !

Next Video