Devbhumi Dwarka Video: ખંભાળિયાના કંડોરણા ગામે ખાનગી વીજ કંપની સામે ખેડૂતોનું ઉપવાસ આંદોલન, વીજલાઈન ઉભી કરવા આડેધડ બ્લાસ્ટ કરતા હોવાનો આરોપ

| Edited By: | Updated on: Oct 14, 2023 | 9:34 AM

દ્વારકાના ખંભાળિયાના કંડોરણા ગામે ખેડૂતોએ ખાનગી વીજ કંપની સામે આંદોલનનું એલાન કર્યુ છે. કંડારણા ગામે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા કંપનીએ 400KVની વીજ લાઈન ઉભી કરવા આડેધડ બ્લાસ્ટ કર્યાના આરોપ લાગી રહ્યાં છે.ખાનગી કંપની વીજ લાઈન ઉભી કરવા મંજૂરી વગર જ બ્લાસ્ટ કર્યા હતા.જેના કારણે કંડોરણા ગામના કૂવા,બોર,તળાવ અને મંદિરોમાં વ્યાપક નુકસાન થયું છે.

Dwarka Video: દ્વારકાના ખંભાળિયાના કંડોરણા ગામે ખેડૂતોએ ખાનગી વીજ કંપની સામે આંદોલનનું એલાન કર્યુ છે. કંડારણા ગામે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા કંપનીએ 400KVની વીજ લાઈન ઉભી કરવા આડેધડ બ્લાસ્ટ કર્યાના આરોપ લાગી રહ્યાં છે.

આ પણ વાંચો : Devbhumi Dwarka Video: ખેડૂતના આપઘાત કેસમાં 7 આરોપીઓ સામે ગુનો દાખલ, ન્યાય અપાવવા ગુજરાત આહીર સેના મેદાનમાં

ખાનગી કંપની વીજ લાઈન ઉભી કરવા મંજૂરી વગર જ બ્લાસ્ટ કર્યા હતા.જેના કારણે કંડોરણા ગામના કૂવા,બોર,તળાવ અને મંદિરોમાં વ્યાપક નુકસાન થયું છે. આ નુકસાનીનો સર્વે કરવા ખેડૂતોએ બેથી ત્રણ વખત રજૂઆત કરી છે.જે ધ્યાને ન લેવાતા ન છૂટકે ખેડૂતોએ ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામવું પડ્યું છે. કંડોરણા અને આસપાસના ગામના ખેડૂતોએ સમસ્યાનો ઉકેલ ન આવે તો આત્મહત્યા કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો