Jamnagar: કાલાવડ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરુ, સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

|

Mar 27, 2022 | 9:06 AM

દરરોજ 250 ખેડૂતોને મેસેજ દ્વારા બોલાવવામાં આવે છે. તેમાંથી 180થી વધુ ખેડૂતો ચણા લઈને આવે છે. અહીં ખરીદી કેન્દ્ર ખાતે ખેડૂતોની સગવડતા માટે રવિવાર પણ ખરીદી ચાલુ રાખવામાં આવે છે.

ચાલુ વર્ષે જામનગર (Jamnagar)ના કાલાવડમાં જુના માર્કેટિંગ યાર્ડ ખાતે (market yard) ટેકાના ભાવે ચણાની (chickpeas) ખરીદી શરૂ થઈ છે, ગયા વર્ષ કરતા ચાલુ વર્ષે ટેકાના ભાવે ખરીદી કેન્દ્રમાં ખેડૂતોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે કાલાવડ તાલુકાના 14,900 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી અત્યાર સુધીમાં 2,300 ખેડૂતોને (Farmers) ખરીદી કેન્દ્ર પર બોલાવવામાં આવ્યા છે. કાલાવડ તાલુકામાં ચાલુ વર્ષે રવિ સીઝનમાં ચણાનું મબલક વાવેતર થયું છે. કાલાવડ યાર્ડમાં પણ ગુજકોમાર્શલ દ્વારા આ ખરીદી શરૂ કરવામાં આવી છે અને રોજ અહીં 250 જેટલા ખેડૂતોને ચણા વેચવા બોલાવામાં આવે છે.

જામનગર જિલ્લાના કાલાવડના જૂના માર્કેટ યાર્ડમાં ખેડૂતો પાસેથી સરકારના ટેકાના ભાવે એટલે કે પ્રતિ 20 કિલોના 1,046 રૂપિયાથી ચણાની ખરીદી કરાઈ રહી છે. દરરોજ 250 ખેડૂતોને મેસેજ દ્વારા બોલાવવામાં આવે છે. તેમાંથી 180થી વધુ ખેડૂતો ચણા લઈને આવે છે. અહીં ખરીદી કેન્દ્ર ખાતે ખેડૂતોની સગવડતા માટે રવિવાર પણ ચાલુ રાખવામાં આવે છે. સરકાર દ્વારા પ્રતિ ખેડૂત દીઠ 125 મણ ચણાની ખરીદીની જાહેરાત કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે ગયા વર્ષ કરતા આ વર્ષે ખરીદી કેન્દ્રમાં ખૂબ સારી વ્યવસ્થા છે.

દરરોજ 250 ખેડૂતોને મેસેજ દ્વારા બોલાવવામાં આવે છે. તેમાંથી 180થી વધુ ખેડૂતો ચણા લઈને આવે છે. અહીં ખરીદી કેન્દ્ર ખાતે ખેડૂતોની સગવડતા માટે રવિવાર પણ ખરીદી ચાલુ રાખવામાં આવે છે. ખેડૂતોનું કહેવું છે કે ગયા વર્ષ કરતા આ વર્ષે ખરીદી કેન્દ્રમાં ખૂબ સારી વ્યવસ્થા છે. અહીં ખેડૂતો માટે યોગ્ય વ્યવસ્થાને લઈને ખેડૂતો પણ ખુશ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો- JAMNAGAR : કોંગ્રેસમાં ફરી એકવાર ભંગાણ, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી કે.બી.બથવારનું રાજીનામુ

આ પણ વાંચો- Sabarkantha, Arvalli: શામળાજી થી ચિલોડા સિક્સલેનના કાર્યનો ધમધમાટ, એક મહિનામાં 1 ડઝન ઓવરબ્રીજ શરુ કરાશે

Next Video