JAMNAGAR : કોંગ્રેસમાં ફરી એકવાર ભંગાણ, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી કે.બી.બથવારનું રાજીનામુ

JAMNAGAR : કોંગ્રેસમાં ફરી એકવાર ભંગાણ, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી કે.બી.બથવારનું રાજીનામુ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 4:58 PM

જિલ્લા કોંગ્રેસ મહામંત્રી બથવારે જામનગરના ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને પ્રવિણ મુછડિયા પર જોહુકમી કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. કે.બી.બથવારે કહ્યું કે, જિલ્લા કોંગ્રેસમાં માત્ર ધારાસભ્યનુ વર્ચસ્વ રહેતા કાર્યકરોની કોઈ કદર નથી.

જામનગર (JAMNAGAR) કોંગ્રેસમાં (Congress)ફરી એકવાર ભંગાણ સર્જાયું છે. જામનગર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી કે.બી.બથવારે (KB Bathwar)રાજીનામું (Resignation)આપી દીધુ છે. સાથે જ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી બથવારે જામનગરના ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને પ્રવિણ મુછડિયા પર જોહુકમી કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. કે.બી.બથવારે કહ્યું કે, જિલ્લા કોંગ્રેસમાં માત્ર ધારાસભ્યનુ વર્ચસ્વ રહેતા કાર્યકરોની કોઈ કદર નથી. એટલું જ નહીં તેમણે આરોપ લગાવ્યો કે, ગત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ધારાસભ્યના માણસોની જ ટિકિટ માટે પસંદગી કરાઈ હતી. પક્ષમાં સંગઠનની કોઈ કદર ન રહેતા તેમણે આ નિર્ણય લીધો છે.

નોંધનીય છેકે જાન્યુઆરી મહિનામાં જ  ત્રણ પુર્વ કોર્પોરેટરે કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. કોંગ્રેસના અગ્રણી ભારતીબેન જડિયા, અને સુરેશભાઈ આલરીયા કે જેઓએ કોંગ્રેસ પક્ષનો સાથ છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો, અને કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. જામનગર શહેર ભાજપના પ્રમુખ ડૉ. વિમલ કગથરા તથા શહેર ભાજપની ટીમ દ્વારા ત્રણેય પૂર્વ કોર્પોરેટરોનું ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભંગાણનો સિલસિલો હજું યથાવત છે.

 

આ પણ વાંચો : IPL 2022 MI vs DC Live Streaming: જાણો તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મુંબઈ ઈન્ડિયન્સ-દિલ્હી કેપિટલ્સ મેચ જોઈ શકો છો

Published on: Mar 26, 2022 07:31 PM
g clip-path="url(#clip0_868_265)">