લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક વિવાદ, વડોદરાના પૂર્વ મેયર જ્યોતિ પંડ્યાને પાર્ટીએ કર્યા સસ્પેન્ડ

|

Mar 14, 2024 | 6:05 PM

ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા બાદ જ્યોતિ પંડ્યાની પ્રતિક્રિયા સામે આવી છે. જ્યોતિ પંડ્યાએ કહ્યું કે, સસ્પેન્ડ કેમ કર્યા તે વિષય પાર્ટીનો છે, કોઈની તરફ મને નારાજગી નથી, હું રાજીનામું નહીં આપું. પાર્ટીના હિતને હંમેશા આગળ રાખું છું. આ ઉપરાંત તેમણે રંજનબેનને ત્રીજી ટર્મની ટિકિટ આપવાને લઈને પણ સવાલો કર્યા છે.

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે. વડોદરાના પૂર્વ મેયર જ્યોતિ પંડ્યાને તાત્કાલિક અસરથી ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. જ્યોતિ પંડ્યાને તમામ પદો પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યોતિ પંડ્યા રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ પણ હતા.

બીજી તરફ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા બાદ જ્યોતિ પંડ્યાની પ્રતિક્રિયા સામે આવી છે. જ્યોતિ પંડ્યાએ કહ્યું કે, સસ્પેન્ડ કેમ કર્યા તે વિષય પાર્ટીનો છે, કોઈની તરફ મને નારાજગી નથી, હું રાજીનામું નહીં આપું. પાર્ટીના હિતને હંમેશા આગળ રાખું છું. આ ઉપરાંત તેમણે રંજનબેનને ત્રીજી ટર્મની ટિકિટ આપવાને લઈને પણ સવાલો કર્યા છે. જ્યોતિ પંડ્યા કહ્યું, કે રંજન ભટ્ટથી કાર્યકર્તાઓ નારાજ છે. પાર્ટીએ તેમને તમામ હોદ્દાઓ પરથી સસપેન્ડ કર્યા છે.

Next Video