જૂનગાઢ વીડિયો : વધુ એક મંડળીએ ફેરવ્યું કરોડોનું ફૂલેકું, અનેકવાર પોલીસને રજૂઆત કર્યાનો ખાતેદારોનો દાવો

જૂનગાઢ વીડિયો : વધુ એક મંડળીએ ફેરવ્યું કરોડોનું ફૂલેકું, અનેકવાર પોલીસને રજૂઆત કર્યાનો ખાતેદારોનો દાવો

| Edited By: | Updated on: Dec 02, 2023 | 1:58 PM

શ્રીજી ક્રેડિટ કો.ઓ. સોસાયટી લીમીટેડ બેંકના કર્મચારીઓએ કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યાનો આક્ષેપ કરાયો છે. છેલ્લા બે વર્ષથી ક્રેડિટ બેન્કને તાળા લાગી ગયા છે.ખાતેદારોનું કહેવું છે કે બેન્કનો ચેરમેન ભુવાન વ્યાસ છે.જેની જિલ્લામાં 11 જેટલી બ્રાન્ચ છે. જેમાં 4 હજારથી વધુ ખાતેદારો છે. ઊંચા વ્યાજની લાલચ આપી કરોડોનું ફૂલેકું ફેરવ્યું છે.d

જૂનાગઢમાં વધુ એક મંડળીએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું છે. શ્રીજી ક્રેડિટ કો.ઓ. સોસાયટી લીમીટેડ બેંકના કર્મચારીઓએ કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યાનો આક્ષેપ કરાયો છે. છેલ્લા બે વર્ષથી ક્રેડિટ બેન્કને તાળા લાગી ગયા છે.ખાતેદારોનું કહેવું છે કે બેન્કનો ચેરમેન ભુવાન વ્યાસ છે. જેની જિલ્લામાં 11 જેટલી બ્રાન્ચ છે. જેમાં 4 હજારથી વધુ ખાતેદારો છે.

ઊંચા વ્યાજની લાલચ આપી કરોડોનું ફૂલેકું ફેરવ્યું છે.જેમાં ગરીબ લોકો નિવૃત્ત કર્મચારી, ખેડૂતો સહિતના લોકોના રૂપિયા ફસાયા છે.અગાઉ ચેરમેને ખાતેદારોને રૂપિયા પરત કરવાની બાહેંધરી આપી હતી. ખાતેદારોનો દાવો છે કે અનેકવાર પોલીસને રજૂઆત કરવા છતા કોઈ ઉકેલ આવ્યો નથી.

તો બીજી તરફ આજે સાબરકાંઠાની એલીગ્લોબલ કંપની સામે મ્યુચ્યુઅલ અને માઇક્રો ફાઇનાન્સના નામે ઠગાઇ કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદ ઇડર ખાતેના રોકાણકારોએ કરી છે.

તેમના આક્ષેપ છે કે એલીગ્લોબલ કંપનીએ રોકાણના નામે 91 લાખથી વધુની રકમ પડાવી લીધી હતા. અને પૈસા ડૂબી ગયા હતા.આ કંપનીએ રોકાણકારોને 3થી 120 માસના રોકાણની સ્કીમ બતાવી હતી.અને તેમાં 3થી 12 ટકા સુધીના વાર્ષિક વ્યાજની લાલચ આપી હતી.જેમાં અનેક રોકાણકારો ફસાઇ ગયા.

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો