આજે જૂનાગઢને નવા મેયર અને ડેપ્યુટી મેયર મળશે, ભાજપ કોને ખુરશી પર બેસાડશે ?
જૂનાગઢમાં અઢી વર્ષની ટર્મ પૂરી થયા બાદ આજે નવા મેયરની પસંદગી થવાની છે. આ વચ્ચે અનેક નામોની ચર્ચા ચાલી રહી છે. ભાજપ જે કોર્પોરેટરને મેયરની ખુરશી પર બેસાડવા માગે છે તેનું નામ આજે જાહેર કરશે.
જૂનાગઢ (Junagadh)ને આજે એટલે કે સોમવારે નવા મેયર (Mayor) મળશે. જૂનાગઢ મહાનગરપાલિકામાં અઢી વર્ષ માટે મેયરની મુદ્દત પૂર્ણ થઈ છે. નવા મેયર અને ડેપ્યુટી મેયર પસંદ કરવા માટે રવિવારે સીએમના નિવાસસ્થાને બેઠક મળી હતી. ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડ (BJP’s parliamentary board)ની આ બેઠકમાં જૂનાગઢના મેયરનું નામ નક્કી કરી દેવાયું છે.
જૂનાગઢમાં અઢી વર્ષની ટર્મ પૂરી થયા બાદ આજે નવા મેયરની પસંદગી થવાની છે. આ વચ્ચે અનેક નામોની ચર્ચા ચાલી રહી છે. ભાજપ જે કોર્પોરેટરને મેયરની ખુરશી પર બેસાડવા માગે છે તેનું નામ આજે જાહેર કરશે.
જૂનાગઢ શહેરને આજે નવા પદાધિકારીઓ મળવાના છે. મહાનગર પાલિકામાં 2.5 વર્ષની મુદ્દત પૂરી થયા બાદ આજે નવા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવશે. સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતની નિમણૂંક કરશે. મેયર પદ માટે અનેક નામોની ચર્ચા ચાલી રહી છે. જૂનાગઢ મેયર પદની આ ટર્મ અનુસૂચિત જાતિ માટે અનામત છે.
આજે નિરીક્ષકો બંધ કવરમાં રહેલા નામો લઈને જૂનાગઢ પહોંચશે. બપોરે કોર્પોરેશનના સભાખંડમાં સાધારણ સભા યોજાશે. જેમાં જૂનાગઢના નવા મેયર અને ડેપ્યુટી મેયરની સત્તાવાર જાહેરાત કરાશે. હાલ મેયર પદ માટે અશોક ચાવડા, ગીતા ચાવડા દિવાળી પરમાર અને બ્રિજેશાબેનનું નામ ચર્ચામાં છે.
મહત્વનું છે કે કોર્પોરેશનમાં 3 કૉંગ્રેસના અને 3 એનસીપીના સભ્યો છે. ગત અઢી વર્ષની ટર્મમાં એનસીપીના સભ્ય વિપક્ષના નેતા બન્યા હતા. હવે આજે સરખા સભ્ય ધરાવતા પક્ષમાંથી વિપક્ષના નેતાની પસંદગીને લઈ ગૂંચવણ થઈ છે.
આ પણ વાંચો-
Sabarkantha: અંબાજી મંદિરના દ્વાર ભક્તો માટે 1 ફેબ્રુઆરીથી ખુલશે, જાણો કયા નિયમોનું કરવુ પડશે પાલન
આ પણ વાંચો-