જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર- જુઓ Video

| Edited By: | Updated on: Apr 05, 2026 | 1:09 PM

જુનાગઢમાં તંત્રની ભારે બેદરકારીના દૃશ્યો સામે આવ્યા છે. રસ્તાની બિસમાર હાલતને કારણે દર્દી દવાખાના સુધી પહોંચી ન શક્યા અને રસ્તા પર જ સારવાર લેવી પડી હતી.

જુનાગઢમાં રસ્તાની ખસ્તા હાલતને કારણે બીમાર દર્દી પણ દવાખાના સુધી પહોંચી શક્તા નથી. કંઈક આવા જ દૃશ્યો જવાહર રોડના સામે આવ્યા છે. આ રોડની ખસ્તા હાલતના કારણે દર્દી દવાખાના સુધી પહોંચી શક્યા નહીં અને તેમણે રસ્તા પર જ સારવાર લેવી પડી હતી. ડૉક્ટરે સ્થળ પર આવીને દર્દીની સારવાર કરી હતી. હોસ્પિટલ નજીકનો રસ્તો બે ફુટથી વધુ ખોદી નાખવામાં આવ્યો છે અને તેમા ગટરના પાણી ભરાઈ ગયા છે. ગટર, પાણી લાઈટનું કામ એકસાથે ચાલુ હોવાથી સ્થાનિકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે.

દર્દી દવાખાના સુધી ન પહોંચી શક્તા ગટરના દુર્ગંધયુક્ત પાણી વચ્ચે ડૉક્ટર એક દર્દીની સારવાર કરવા મજબૂર થયા છે. જવાહર રોડ પર એકસાથે ગટર, પાણી અને લાઈટની કામગીરી હાથ ધરાઈ છે.. જેના લીધે ગટરના પાણી રોડ પર ફરી વળ્યા છે.. સ્થિતિ એટલી દયનીય થઈ છે કે મોટી ઉંમરના વ્યક્તિ રસ્તા પરથી ચાલીને દવાખાના સુધી પહોંચી શકતા નથી. જેના લીધે ડૉક્ટરને પોતે સ્થળ પર આવીને મહિલાનો ઈલાજ કરવો પડ્યો. સ્થાનિકો પણ તંત્રની ગંભીર બેદરકારી અને ગોકળ ગતિની કામગીરીથી ત્રસ્ત થયા છે. ત્યારે સમગ્ર મામલે કમિશનરે તમામ એજન્સીઓને તાત્કાલિક કામ પૂર્ણ કરવા આદેશ આપ્યા છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

માઉન્ટ એવરેસ્ટ પર ચાલી રહ્યો છે સ્લો પોઈઝનિંગ નો ખેલ? રેસ્ક્યુના નામે ચાલતા ₹200 કરોડના કૌભાંડનું શું છે કાળુ સત્ય- વાંચો

 

Published on: Apr 05, 2026 01:07 PM
Follow Us