જૂનાગઢઃ સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટને સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો, ATSની ટીમે માગ્યા 14 દિવસના રિમાન્ડ

|

Feb 03, 2024 | 4:10 PM

કોર્ટમાં તરલ ભટ્ટને રજૂ કરવા દરમિયાન સરકારી વકીલે ધારદાર દલીલો કરી છે. 335 બેંક ખાતાના ડેટા તરલ ભટ્ટ પાસે ક્યાંથી આવ્યા, તરલ ભટ્ટને બેંક ખાતાની ગુપ્ત વિગતો કોણે આપી તેવા સવાલો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

જૂનાગઢ તોડકાંડ કેસમાં સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટને સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો છે. સાથે જ ATSની ટીમે 14 દિવસના રિમાન્ડની માગ કરી છે. સેશન્સ કોર્ટમાં સરકારી અને બચાવ પક્ષના વકીલ વચ્ચે ધારદાર દલીલો થઈ છે. હવે રિમાન્ડ દરમિયાન તોડકાંડના વણઉકલ્યા રહસ્યો પરથી પડદો ઉંચકાઈ શકે છે.

કોર્ટમાં તરલ ભટ્ટને રજૂ કરવા દરમિયાન સરકારી વકીલે ધારદાર દલીલો કરી છે. 335 બેંક ખાતાના ડેટા તરલ ભટ્ટ પાસે ક્યાંથી આવ્યા, તરલ ભટ્ટને બેંક ખાતાની ગુપ્ત વિગતો કોણે આપી તેવા સવાલો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલની દલીલો સામે બચાવ પક્ષની રજૂઆત હતી કે તોડકાંડના આરોપી SOGના અધિકારીઓ છે. તરલ ભટ્ટે અરજદાર પાસે રૂપિયાની સીધી માગણી નથી કરી.

જૂનાગઢ તોડકાંડના માસ્ટર માઈન્ડ PI તરલ ભટ્ટ ગુજરાત ATSના સકંજામાં આવી ચૂક્યો છે. ફરિયાદ નોંધાયાના 7 દિવસથી તરલ ભટ્ટ ફરાર હતા. તરલ ભટ્ટની ધરપકડ બાદ હવે તોડકાંડના વણઉકલ્યા રહસ્યો પરથી પડદો ઉંચકાઈ શકે છે. 26 જાન્યુઆરીએ ફરિયાદ બાદ ભટ્ટ સામે ગુનો નોંધાયો અને સસ્પેન્ડ કરી દેવાયા. ફરિયાદ નોંધાતા જ તરલ ભટ્ટ ઇન્દોર ભાગી ગયો હતો, જ્યાં 2 દિવસ રોકાણ કર્યા બાદ તે શ્રીનાથજી પહોંચ્યો હતો, જ્યાં એક દિવસ રોકાયો હતો, જોકે શ્રીનાથજી બાદ તરલ ભટ્ટ ક્યાં ગયો, ક્યાં રોકાયો, કોણે આશરો આપ્યો તેની કોઈ જ વિગતોની સ્પષ્ટતા કરવામાં આવી નથી. એટલે કે ફરાર થયાના 7માંથી 4 દિવસનું સસ્પેન્સ હજી પણ અકબંધ છે.

કોણ છે તરલ ભટ્ટ ?

વર્ષ 2014થી 2024 સુધી 10 વર્ષમાં આર્થિક આરોપોના કારણે અનેકવાર બદલી થઇ ચૂકી છે. વર્ષ 2008ની બેચના PSI તરલ ભટ્ટની 2 વાર બદલી થઇ ચૂકી છે. વર્ષ 2014માં એક લાખની માંગણીના આરોપસર હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ થઇ હતી. કોર્ટના આદેશ બાદ ભટ્ટની અમદાવાદ જિલ્લામાંથી બદલી કરાઇ હતી. તો 2023માં માધવપુરા સટ્ટાકાંડમાં તોડકાંડના આરોપસર જૂનાગઢ જિલ્લામાં બદલી કરવામાં આવી હતી. તો માણાવદરના ન્યૂડ કોલ કેસની તપાસમાં પણ ભટ્ટની શંકાસ્પદ ભૂમિકાની શક્યતા છે, જેની તપાસ ચાલી રહી છે.

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video