Junagadh :10 એપ્રિલે ઉમાધામ ગાંઠીલા ખાતે મહાપાટોત્સવમાં પીએમ મોદી વીડિયો કોન્ફરન્સથી હાજર રહેશે

| Edited By: | Updated on: Apr 07, 2022 | 10:24 PM

ઉમાધામ ગાંઠીલાના મુખ્ય મંદિરની ડિઝાઇન ઊંઝા મંદિર જેવી જ રાખવામાં આવી છે. આ મંદિર સમદશ પ્રસાદ શૈલીનું છે. જોડે શિવ મંદિર પણ બાંધવામાં આવેલું છે. સોમનાથ મંદિરના નિર્માણકર્તા સોમપુરા કુટુંબના વંશજો દ્વારા આ મંદિર બાંધવામાં આવ્યું છે.

પીએમ મોદી(PM Modi)  10 એપ્રિલના રોજ જૂનાગઢમાં(Junagadh)  ઉમાધામ ગાંઠીલા (Umadham Gathila) ખાતે મહાપાટોત્સવ વીડિયો કોન્ફરન્સથી હાજર રહેશે. જેમાં પીએમ મોદી બપોરે 1 વાગ્યે વીડિયો કોન્ફરન્સથી પાટીદારોને સંબોધશે. આ 14 મા મહા પાટોત્સવના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન પણ હાજર રહેશે. જેમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ મુખ્ય મહેમાન છે. કડવા પાટીદારની મુખ્ય સંસ્થા ઉમિયા માતાજી મંદિરનો પાટોત્સવ યોજાશે. ચૂંટણી પહેલા રાજકીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં એકાએક વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રના નેતાઓ સતત અનેક કાર્યક્રમમાં હાજરી તેમજ ખાતમુર્હુત અને લોકાર્પણના આયોજનમાં સહભાગી થઈ રહ્યા છે.

સોમપુરા કુટુંબના વંશજો દ્વારા આ મંદિર બાંધવામાં આવ્યું

ઉમાધામ ગાંઠીલાના મુખ્ય મંદિરની ડિઝાઇન ઊંઝા મંદિર જેવી જ રાખવામાં આવી છે. આ મંદિર સમદશ પ્રસાદ શૈલીનું છે. જોડે શિવ મંદિર પણ બાંધવામાં આવેલું છે. સોમનાથ મંદિરના નિર્માણકર્તા સોમપુરા કુટુંબના વંશજો દ્વારા આ મંદિર બાંધવામાં આવ્યું છે.આ મંદિરના પાયામાં શીલાપૂજનથી માંડી સંપૂર્ણ બાંધકામમા વાસ્તુ શાસ્ત્રના નિયમોનું પાલન કરવામાં આવ્યું છે. ધાંગ્રધાના લાલ પથ્થરમાંથી બાંધવામાં આવેલ મંદિરના લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. મંદિર માટે 35,000 ઘનફૂટ લાલ પથ્થર અને 15, 000 ચોરસફૂટ આરસ પહાણનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો :  Ramnavami થી પાંચ દિવસ સુધી પોરબંદરના માઘવપુર ઘેડ ખાતે લોકમેળો યોજાશે

આ પણ વાંચો : Ahmedabad: શહેરમાં નકલી પોલીસનો આંતક, પોલીસ બની પૈસા પડાવતા નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યો, જાણો સમગ્ર મામલો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 07, 2022 10:16 PM