જુનાગઢ: નરસિંહ મહેતા યુનિવર્સિટી સામે NSUIનો ગંભીર આરોપ, નર્સીંગના વિદ્યાર્થીઓને ઈરાદાપૂર્વક નાપાસ કરાતા હોવાનો કર્યો આક્ષેપ વીડિયો

|

Mar 19, 2024 | 5:09 PM

જુનાગઢ: નરસિંહ મહેતા યુનિવર્સિટીના નર્સીંગના વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેમન ઈરાદાપૂર્વક નાપાસ કરવામાં આવે છે, તેમજ ગ્રેસીંગના માર્ક્સ પણ યોગ્ય રીતે આપવામાં આવતા નથી. જેના કારણે 70 ટકા વિદ્યાર્થી નાપાસ થયા છે. આ મામલે NSUIએ યુનિવર્સિટીના સત્તાધિશોને રજૂઆત કરી છે.

જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં નર્સિંગના વિદ્યાર્થીઓને પરીક્ષાના પરિણામોમાં અન્યાય થયાનો આક્ષેપ. NSUIએ વિદ્યાર્થીઓ સાથે યુનિવર્સિટીના સત્તાધીશોને કરી રજૂઆત. NSUIનો આરોપ છે કે નર્સિંગ શાખાના વિદ્યાર્થીઓને ઈરાદાપૂર્વક વારંવાર નાપાસ કરવામાં આવે છે. ગ્રેસિંગ માર્ક્સ પણ યોગ્ય રીતે ન અપાયા હોવાને કારણે નર્સિંગ શાખાના 70 ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

NSUIએ બીએસસી નર્સિંગની ઉત્તરવહીની ફેરતપાસની ફી પાત્રીસસો રૂપિયા જેટલી છે તેને પણ ઘટાડવાની રજૂઆત કરી છે. આ સિવાય ડુપ્લિકેટ માર્કશીટનો પણ ચાર્જ અઢીસો રૂપિયા છે જે અન્ય યુનિવર્સિટીમાં સો રૂપિયા જ છે. જેથી ડુપ્લિકેટ માર્કશીટનો ચાર્જ ઘટાડવા રજૂઆત કરી છે. હાલ તો યુનિવર્સિટીના રજીસ્ટારે રજૂઆત સાંભળીને યોગ્ય પગલા લેવાશે તેવી બાંહેધરી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો છે.

NSUIએ સીધો આક્ષેપ લગાવ્યો છે કે વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી વિદ્યાર્થીઓને જાણી જોઈને ફેલ કરવામાં આવ્યા હોવાની તેમને આશંકા છે અથવા તો પેપર તપાસવામાં કંઈ ક્ષતિ રહી ગઈ હોય. જેમા વિદ્યાર્થીઓને અન્યાય થયો છે. NSUIએ રજિસ્ટ્રારને રજૂઆત કરી છે કે ફરીથી ફરીથી નર્સિંગના ફેલ થયેલા વિદ્યાર્થીઓના પેપર ચેક કરવામાં આવે અને વિદ્યાર્થીઓને સંતોષકારક રિઝલ્ટ આપવાની માગ કરાઈ છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

આ પણ વાંચો: Breaking News: અમદાવાદ પૂર્વથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર, પિતાની નાદુરસ્ત તબિયતનો આપ્યો હવાલો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:08 pm, Tue, 19 March 24

Next Video