જૂનાગઢ વીડિયો : ચોરવાડમાં યુવાનનો આપઘાત, MLA વિમલ ચુડાસમાનું નામ આવ્યુ સામે

જૂનાગઢ વીડિયો : ચોરવાડમાં યુવાનનો આપઘાત, MLA વિમલ ચુડાસમાનું નામ આવ્યુ સામે

| Edited By: | Updated on: Oct 29, 2023 | 2:08 PM

રાજ્યમાં અવારનવાર આત્મહત્યાની ઘટના સામે આવતી હોય છે. ત્યાં જૂનાગઢમાંથી પણ વધુ એક યુવાને જીવન ટૂંકાવ્યુ છે. જેમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં સોમનાથના ધારાસભ્યનું નામ બહાર આવ્યુ છે. આ સાથે જ સ્યુસાઈડ નોટમાં 3 લોકોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું સ્પષ્ટ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ બાદ જૂનાગઢમાં આપઘાતની ઘટના સામે આવી છે. જૂનાગઢના ચોરવાડમાં ગળેફાંસો લગાવી યુવકે જીવન ટૂંકાવ્યુ હોવાની ઘટના સામે આવી છે. યુવકે લખેલી સ્યુસાઈડ નોટ પોલીસને મળતા મોટો ખુલાસો સામે આવ્યો છે. સ્યુસાઈડ નોટમાં 3 લોકોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જેમાં સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના નામનો પણ સ્પષ્ટ ઉલ્લેખ મૃતકે કર્યો છે. મળતી માહિતી અનુસાર મૃતક યુવાન ઝુઝારપુર ગામનો રહેવાસી છે. જેને ચોરવાડમાં આપઘાત કર્યો છે.

આ પણ વાંચો: Junagadh: વાંદરવડ ગામના ખેડૂતના આપઘાત મામલે સહકારી મંડળીના મંત્રી સામે નોંધાઈ ફરિયાદ- Video

તો વિમલ ચુડાસમાએ યોગ્ય તપાસ કરવા માગ કરી છે. આ સાથે જ સ્યુસાઈડ નોટને ફોરેન્સિક ટેસ્ટ કરવામાં આવે તેવી પણ માગ કરી છે. આ ઉપરાંત છેલ્લા 2 વર્ષથી મૃતક સાથે તેમનો કોઈ સબંધ ન હોવાનું જણાવ્યું છે.

Input Credit- Vijasinh Parmar- Jujnagadh

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો