જૂનાગઢમાં વિસાવદરના કોંગ્રેસના(Congress) ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ(Harshad Ribadiya) ફરી એકવાર મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે.ગુજરાત ખેત ઉત્પાદન બજાર સુધારા વિધેયકને લઇ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને(CM Bhupendra Patel) પત્ર લખ્યો છે અને આ વિધેયક રદ કરવા માટે માંગ કરી છે. તેમજ સાથે જ ખેડૂતોના હિતમાં સરકાર તાત્કાલિક નિર્ણય કરે તેવો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારે ત્રણ કાળા કૃષિ કાયદા તો રદ કરી દીધા છે. તો ગુજરાત સરકાર આ વિધેયકને રદ કરવા માટે કોની રાહ જોવે છે. આ તો સાપ ગયો અને લીસોટા રહી ગયા જેવી વાત છે. આ અંગે મે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે તેમજ આગામી વિધાનસભા સત્રમાં તે રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Rajkot : શિવરાત્રીના મેળાની રંગે ચંગે ઉજવણી કરવાની મંજૂરી માંગતા મહંત નરેન્દ્ર બાપુ
આ પણ વાંચો : અમદાવાદ : અસલી સોનું બતાવી નકલી સોનું પધરાવતી ઠગ ટોળકી ઝડપાઇ
Published On - 8:33 am, Thu, 3 February 22