જૂનાગઢ: શિખર વિવાદ મુદ્દે મહેશગીરી બાપુએ વિવાદ પૂર્ણ કરવા જૈન મુનિને આપ્યું એક મહિનાનું અલ્ટિમેટમ, જુઓ વીડિયો

|

Nov 04, 2023 | 1:33 PM

જૈન મુનિના ભડકાઉ નિવેદન બાદ હવે શિખર વિવાદ ચરમસીમાએ પહોચ્યો છે.અને દત્ત શિખર મંદિરના મહંત મહેશગીરી બાપુએ અલ્ટિમેટમ આપી દીધું છે. મહેશગીરી બાપુએ બંને પક્ષોને શિખર પર દાવો કરવા માટે એક મહિનાનો સમય આપ્યો છે. જેમાં એક મહિનામાં બંને પક્ષો જરૂરી દસ્તાવેજ, દાવાનામુ અને અન્ય પુરાવા એકત્ર કરીને તટસ્થ પંચોની હાજરીમાં જે નિર્ણય લેવાય તેનું પાલન કરવાની વાત કરી છે.

દત્તાત્રેય શિખર પર જૈન અને હિન્દુ ધર્મ એમ બંને પોતાનો માલિકી હક દર્શાવી રહ્યા છે. ત્યારે સનાતન ધર્મના સાધુ-સંતો અને જૈન સંઘના આગેવાનો વચ્ચે શરૂ થયેલું વાકયુદ્ધ હવે સોશિયલ મીડિયા પર જોવા મળ્યુ છે. જેટલો વિશાળ ગિરનાર તેટલો જ વિશાળ આ વિવાદ બની રહ્યો છે.

જૈન મુનિના ભડકાઉ નિવેદન બાદ હવે શિખર વિવાદ ચરમસીમાએ પહોચ્યો છે.અને દત્ત શિખર મંદિરના મહંત મહેશગીરી બાપુએ અલ્ટિમેટમ આપી દીધું છે. મહેશગીરી બાપુએ બંને પક્ષોને શિખર પર દાવો કરવા માટે એક મહિનાનો સમય આપ્યો છે.

જેમાં એક મહિનામાં બંને પક્ષો જરૂરી દસ્તાવેજ, દાવાનામુ અને અન્ય પુરાવા એકત્ર કરીને તટસ્થ પંચોની હાજરીમાં જે નિર્ણય લેવાય તેનું પાલન કરવાની વાત કરી છે. મહેશગીરી બાપુએ અલ્ટિમેટમ આપતા જે નિર્ણય આવે તેનું પાલન કરવા ટકોર કરી છે.

તો અલ્ટિમેટમ બાદ બાપુએ દાવો કર્યો કે જૈન મુનિઓ તેમની આ ફોર્મ્યુલાને નહીં સ્વીકારે બાપુનો આરોપ છે કે જૈન મુનિઓને હિંસામાં અને ગીરનાર પચાવી પાડવામાં રસ છે. જોકે બાપુએ વિવાદનો અંત નહીં આવે તો પછી જે પરિણામ આવે તે ભોગવવા તૈયાર રહેવાની પણ વાત કરી હતી.

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video