Junagadh: સિંહબાળ છે રમતમાં ગુલતાન, Cute સિંહબાળનો જુઓ વાયરલ વીડિયો
સિંહની વસ્તી ગીરના જંગલમાં (Gir Forest) સુરક્ષિતતા અનુભવે છે અને તેમની વસ્તીમાં પણ વધારો થયો છે ત્યારે હવે સિંહ પરિવારને જંગલ વિસ્તાર નાનો પડતા તેઓ શહેરમાં આવી ચઢતા હોય છે અને તાજેતરમાં જ એવો વીડિયો પણ વાઇરલ થયો હતો કે ત્રણ થી ચાર સિંહ જૂનાગઢના શહેરી વિસ્તાર ગ્રાંધીગ્રામ વિસ્તારમાં આવી ચઢ્યા હતા
જૂનાગઢ (Junagadh) જિલ્લાના ગીર વિસ્તારમાં અવાર નવાર સિંહ (Lion) પરિવાર તેમજ એકલા ફરતા વનરાજાનો વીડિયો વાયરલ (video viral ) થતા હોય છે. ત્યારે ફરી એક વાર સિંહ બાળની ધમાલ મસ્તીનો વીડિયો સામે આવ્યો છે. આ સિંહ બાળ પોતાના પિતા સાથે મસ્તીએ ચઢ્યું છે. પ્રાથમિક વિગત પ્રમાણે આ સિંહબાળ નવજાત છે અને તે પોતાની રમતમાં ગુલતાન છે. નોંધનીય છે કે ગીરના જંગલમાં હાલમાં વેકેશન ચાલી રહ્યું છે અને પ્રવાસીઓ નથી ત્યારે વનરાજા તેમના પરિવાર સાથે મુક્ત વિહાર કરી રહ્યા છે તેવા સમયે ક્યૂટ લાગતા સિંહબાળનો આ વીડિયો વાયરલ થયો છે.
સિંહની વસ્તી ગીરના જંગલમાં (Gir Forest) સુરક્ષિતતા અનુભવે છે અને તેમની વસ્તીમાં પણ વધારો થયો છે ત્યારે હવે સિંહ પરિવારને જંગલ વિસ્તાર નાનો પડતા તેઓ શહેરમાં આવી ચઢતા હોય છે અને તાજેતરમાં જ એવો વીડિયો પણ વાઇરલ થયો હતો કે ત્રણ થી ચાર સિંહ જૂનાગઢના શહેરી વિસ્તાર ગ્રાંધીગ્રામ વિસ્તારમાં આવી ચઢ્યા હતા.
શહેરી વિસ્તારમાં પણ આવી ચઢે છે સિંહ
નોંધનીય છે કે ધારી, અમરેલી, ગીર જંગલ વિસ્તાર અને જૂનાગઢ ભવનાથ તળેટીના શહેરી વિસ્તારમાં પણ સિંહ હવે આંટાફેરા કરી લેતા હોય છે. ગીર સોમનાથના વેરાવળમાં સિંહોના આટાફેરા વધી ગયા છે. દેવલપુર ગીર વિસ્તારમાં મોડી રાત્રે સિંહણ એક મકાનની છત પર ચડી ગઈ હતી. સિંહણ મકાનના છત પર આરામ ફરમાવતી હોય તેવો વીડિયો વાયરલ થયો હતો તો સિંહણ છત પર ચડીને ત્રાડ મારે છે. તો સામે મોરલાઓ પણ તેને જવાબ આપતા હોય તેમ ટહુકા મારી રહ્યા છે. ઘટનાને પગલે ઘરની અંદર રહેલા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. અવાર નવાર હવે શહેરી વિસ્તાર સુધી સિંહ આંટાફેરા કરી લેતા હોય છે
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
