Junagadh: દત્તાત્રેય શિખરની જગ્યા મામલે જૈન સમાજે સમાધાન કરવાની બતાવી તૈયારી- Video

|

Oct 10, 2023 | 4:06 PM

Junagadh: જુનાગઢ ગિરનાર પર્વત પર દત્તાત્રેય શિખરની જગ્યા માટે હિંદુ અને જૈન સમુદાય વચ્ચે છેલ્લા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ મામલે હવે જૈન સમાજના અગ્રણીએ સમાધાન કરવાની તૈયારી દર્શાવી છે. તેમણે જણાવ્યુ કે સાધુના રૂપમાં અસામાજિક તત્નો વૈમનસ્ય ઉભુ કરે છે.

Junagadh: જુનાગઢમાં ગિરનાર પર્વત પર દત્તાત્રેય શિખરની જગ્યા માટે હિન્દુ અને જૈન સમુદાય વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ મામલે જૈન સમાજનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. વિવાદ બાદ હવે જૈન સમાજના અગ્રણીઓએ સમાધાનની તૈયારી દર્શાવી છે. ગિરનાર પર દર્શનાર્થીઓને નેમિનાથ ભગવાનના દર્શન અને પૂજન-અર્ચન કરતા રોકવામાં આવતા જૈન સમાજમાં નારાજગી ફેલાઈ છે.

જૈન સમાજના એડવોકેટ હિતેશ જૈને જણાવ્યું કે ભગવા વસ્ત્રોમાં રહેલા કેટલાક લોકો દ્વારા હિન્દુ અને જૈન વચ્ચે વૈમનસ્ય પેદા કરવામાં આવી રહ્યું છે. ગિરનાર પર સાધુના રૂપમાં અસામાજિક તત્વો ઉપસ્થિત છે. જે દર્શનાર્થીઓને ભગવાન નેમિનાથના દર્શન કરતાં રોકી રહ્યા છે. આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જૈન સમાજે કહ્યું કે અમે સાથે બેસીને સમાધાન કરવા માગીએ છીએ. સંચાલન ભલે તમે કરો પણ અમને પૂજા અને દર્શન કરવા દો. સાથે જ તીર્થસ્થાન પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માગ પણ જૈન સમાજે કરી છે.

આ પણ વાંચો: Junagadh: દત્તાત્રેય ચરણપાદુકા પર હુમલા કેસમાં ખુલાસો, વિવાદ કરનારા મધ્યપ્રદેશના હોવાનું પ્રાથમિક તારણ, શિખરના પૂજારી અને સુરક્ષાકર્મીઓના લેવાશે નિવેદન-Video

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 3:18 pm, Tue, 10 October 23

Next Video