Junagadh: સતત પડી રહેલા વરસાદને લઈ પૂર જેવી સ્થિતિ, મકાનોમાં પાણી ઘુસતા લોકોને હાલાકી, જુઓ Video

|

Jul 22, 2023 | 4:29 PM

જૂનાગઢમાં સતત વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. ક્યાંક મકાનોમાં પાણી ઘૂસ્યા તો ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. દેમાર વરસાદ વચ્ચે લોકો આગાસી પર ચઢી રહેવા મજબૂર બન્યા છે.

Monsoon 20203: જૂનાગઢમાં સતત પડી રહેલા વરસાદને લઈ પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. ધોધમાર વરસાદને પગેલ જૂનાગઢના મધ્યમાં પસાર થતો કાળવો ગાંડોતૂર બન્યો છે. મહત્વનુક છે કે દૂરવેસ નગર ગણેશ નગર જોષીપરા જેવા સમગ્ર વિસ્તારોમાં પુર જેવી પરીસ્થિતિ સર્જાઇ છે. દૂરવેસ નગર વિસ્તારમાં નીચેના માળના મકાનોમાં પાણી ઘુસતા લોકો આગાસી પર ચઢી રહેવા મજબૂર બન્યા છે.

અનેક વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘૂસ્યા જેના કારણે સમગ્ર ઘરવખરી પલળી હતી. શહેરના મુખ્ય રોડ પર પાણી ભરાયા જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પુરમાં કાર તણાતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. જૂનાગઢમાં વરસાદનો રૌદ્ર સ્વરૂપ સામે આવ્યો છે. અતિભારે વરસાદના કારણે ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો : ભારે વરસાદથી ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો, ડેમના 20 દરવાજા 1 ફુટ સુધી ખોલવામાં આવ્યા

ભવનાથ, કાળવા ચોક વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે. મોતીબાગ અને મુબારક બાગ વિસ્તારમાં પાણી ભરાયા છે. આ તરફ ગિરનાર અને દાતારમાં ભારે વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદથી વિઝિબિલિટી પણ ઘટી છે.

(ઇનપુટ ક્રેડિટ – વિજયસિંહ પરમાર)

ગુજરાતમાં વરસાદના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:25 pm, Sat, 22 July 23

Next Video