Gujarati Video :  ભારે વરસાદથી ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો, ડેમના 20 દરવાજા 1 ફુટ સુધી ખોલવામાં આવ્યા

Gujarati Video : ભારે વરસાદથી ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો, ડેમના 20 દરવાજા 1 ફુટ સુધી ખોલવામાં આવ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2023 | 3:57 PM

શેત્રૂજી ડેમના 20 દરવાજા 1 ફુટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા પાલિતાણાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

Bhavnagar :  ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ (Rain) વરસી રહ્યો છે. વરસાદના પગલે વિવિધ ડેમમાં પાણીની આવકમાં વધારો થતો જઇ રહ્યો છે. ભાવનગરમાં ભારે વરસાદથી શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. ભાવનગર જિલ્લા માટે શેત્રુંજી ડેમ (Shetrunji Dam) જીવાદોરી સમાન ગણાય છે.

આ પણ વાંચો- Saurashtra Dam: સૌરાષ્ટ્રના જુદા-જુદા ડેમના જળસંગ્રહમાં વધારો, 34 જળાશયો થયા ઓવરફ્લો, જુઓ Video

ડેમના 20 દરવાજા 1 ફુટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા પાલિતાણાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. તળાજાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. જો કે બીજી તરફ ડેમમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળી રહેશે તેવી આશા બંધાઇ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">