AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junagadh : ચણામાં રોગને કારણે પાક નિષ્ફળ જતા ઘેડ પંથકના ચિંતાતુર ખેડૂતોએ વ્યક્ત કરેલી વ્યથાને જુઓ Videoમાં

Junagadh : ચણામાં રોગને કારણે પાક નિષ્ફળ જતા ઘેડ પંથકના ચિંતાતુર ખેડૂતોએ વ્યક્ત કરેલી વ્યથાને જુઓ Videoમાં

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2023 | 8:52 AM
Share

ચણામાં પણ રોગ આવતા 80 ટકા પાક નિષ્ફળ ગયો છે. ઘણા ખેડૂતોએ તો પોતાનાં ઘરનાં દાગીના વેચીને ચણાનું બિયારણ ખરીદ્યું હતું, પરંતુ પાક નિષ્ફળ જતાં ખેડૂતે હવે શું કરવું તે પ્રશ્ન મુંઝવી રહ્યો છે. માંગરોળ તાલુકાના ઘેડના ગામોમાં ઓસા, સામરડા, ફુલરામાં, હંટરપુર પંથકમાં ખેડૂતો પશુપાલન અને ખેતી  ઉપર નભે છે

જૂનાગઢના  માંગરોળ તાલુકાના ઘેડ પંથકનાં ગામના ખેડૂતોની બે સિઝન નિષ્ફળ ગઈ અને ખેડૂતોએ રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. મગફળીના પાકમાં ખોટ ખાધા બાદ હવે ચણાના પાકમાં રોગ આવતા આશરે  80 ટાક જેટલો પાક નિષ્ફળ ગયો છે   તો બીજી તરફ પશુઓ માટે ઘાસચારો લાવાવાનું પણ મુશ્કેલ બન્યું છે.  આથી  ખેડૂતો નજીકના ડેમના સમારકામ માટે તેમજ પાક નિષ્ફળ જતા સરકાર પાસે સહાયની આશા  રાખીને બેઠા છે.

ચણાનું મોંઘાભાવનું બિયારણ માથે પડ્યું

મગફળી સમયે ભારે વરસાદના કારણે આ વિસ્તારમાં પાણી ભરાતા મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો જોકે ફરીથી ચણામાં પણ રોગ આવતા 80 ટકા પાક નિષ્ફળ ગયો છે. ઘણા ખેડૂતોએ તો પોતાનાં ઘરનાં દાગીના વેચીને ચણાનું બિયારણ ખરીદ્યું હતું, પરંતુ પાક નિષ્ફળ જતાં ખેડૂતે હવે શું કરવું તે પ્રશ્ન મુંઝવી રહ્યો છે. માંગરોળ તાલુકાના ઘેડના ગામોમાં ઓસા, સામરડા, ફુલરામાં, હંટરપુર પંથકમાં ખેડૂતો પશુપાલન અને ખેતી  ઉપર નભે છે

અમીપુર ડેમના  સમારકામ માટે માંગણી

પિયત માટે  નજીકમાં માત્ર અમીપુર ડેમ આવેલો છે તેનું જો સમારકામ કરવામાં આવે તો ઘેડ પંથકના પશુઓને નિભાવ કરવા માટે પાણી મળી રહે તેવી પરિસ્થિતિ છે ત્યારે આ માટેની માંગણી પણ ખેડૂતો કરી રહ્યા છે.  આ પહેલાં ચોમાસાની સીઝનમાં ઘેડમાં પાણી ફરી વળતાં મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો. હવે ચણામાં રોગ આવતા ખેડૂતોની હાલત દયનીય બની ચૂકી છે ત્યારે ખેડૂતો હવે  સરકારની સહાય ઉપર મદાર રાખીને બેઠા છે. તેઓ ઈચ્છી રહ્યા છે કે સરકાર ઘેડ પંથકના ખેડૂતોની મજબૂરી સમજે અને તેમને યથાયોગ્ય સહાય કરે ,તો ખેડૂતો આ મુસીબતમાંથી બહાર આવે

g clip-path="url(#clip0_868_265)">