Junagadh: કેશોદ તાલુકાના અજાબ ગામના ધરતીપુત્રોને પડતા પર પાટુ, કમોસમી વરસાદથી પાકને નુકસાન-Video
Junagadh: જૂનાગઢના કેશોદ તાલુકાના અજાબ ગામના ધરતીપુત્રોને ફરી રડવાનો વારો આવ્યો છે. ફરી કમોસમી વરસાદે ખેડૂતોના મોંઢા સુધી આવેલો કોળિયો છીનવાયો છે. કમોસમી વરસાદને કારણે અજાબ ગામમાં મગફળી અને સોયાબીનના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે અને સરકાર વહેલી તકે મદદ કરે તેવી ખેડૂતો માગ કરી રહ્યાં છે.
Junagadh: હાલ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે. જુનાગઢના કેશોદ તાલુકાના અજાબ ગામના ધરતીપુત્રોને ફરી પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો છીનવાયો છે. કમોસમી વરસાદને કારણે અજાબ ગામમાં મગફળી અને સોયાબિનના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. ખેડૂતોને ખર્ચ માથે પડ્યો છે. હાલ ધરતીપુત્રો સરકાર પાસે સહાયની આશા લગાવીને બેઠા છે કે વહેલી તકે સરકાર કંઈક મદદ કરે.
આ પણ વાંચો: Rain Video: અમરેલીમાં સતત ત્રીજા દિવસે વરસાદ, ખાંભા અને ગીરના ગામડાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ
આ તરફ અમરેલી જિલ્લાના વડીયામાં પણ કપાસ અને મગફળીના પાકની મહેનત લેખે લાગવાની અણીએ હતી. કેટલાક ખેતરમાં મગફળીના પાથરા પથરાયેલા હતા. તેના પોટલાં બનાવી ઓપનર મુકવાની તૈયારી હતી ક્યાંક કપાસ વિણવાની કામગીરી ચાલુ હતી પણ શુક્રવારે વડિયાના સિવાય વડિયા તાલુકાના અરજણ સુખમાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો. તો એ સિવાય તોરી, રામપુર, નાજાપુર ગામોમાં પણ ધમધોકાર વરસાદ વરસી ગયો જેના કારણે ખેડૂતોના મગફળી, કપાસ જેવો મોલ ધોવાઈ ગયો.
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો