Junagadh : વંથલીથી વડાલ વચ્ચે બની રહેલ બાયપાસ રોડના કામને કારણે ખેડૂતોના ખેતરોમાં ઘૂસ્યા વરસાદી પાણી- જુઓ Video

| Edited By: | Updated on: Jul 04, 2023 | 11:43 PM

Junagadh: વંથલીથી વડાલ વચ્ચે બની રહેલા બાયપાસ રોડના કારણે વરસાદી પાણીનો નિકાલ ન થતા પાણી ખેતરોમાં ઘુસ્યા છે. આ પાણીના નિકાલની જગ્યા ન રાખવામાં આવતા ખેતરો પાણીમાં ગરકાવ થયા છે.

જુનાગઢમાં વંથલીથી વડાલ સુધી છેલ્લા 4 વર્ષથી બની રહેલા બાયપાસ રોડના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. ખેડૂતોને પાકમાં નુકસાન થઈ રહ્યુ છે. બાયપાસ રોડના કારણે વરસાદી પાણીનો નિકાલ આસપાસના ખેતરોમાં થવા લાગ્યો છે. સર્વિસ રોડ પર પાણીના નિકાલની જગ્યા રાખવામાં ન આવતા ખેતરો પાણી-પાણી થઈ ગયા છે. જેને લઈને ખેડૂત કિસાન સંઘે રોષ વ્યક્ત કર્યો છે. આ મામલે સરકાર તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી તાત્કાલિક નિર્ણય લઈને યોગ્ય કાર્યવાહી કરે તેવી માગણી થઈ રહી છે. સાથે જ નુકસાનીનું વળતર ચુકવવાની પણ માગ કરી છે.

આ પણ વાંચો: Gujarat Rain: ભારે વરસાદ વચ્ચે જુનાગઢ બન્યુ ‘આફતગઢ’, જુઓ પાણીના કહેરની અને તંત્રની બેદરકારી ખોલતો Video

ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. એક તરફ આકાશી આફત અને બીજી તરફ બાયપાસના ચાલી રહેલા કામને કારણે પાણીનો નિકાલ ન થતા વધારાના પાણી ખેતરોમાં ભરાયા છે. હાલ ખેતીમાં ગયેલી આ નુકસાની માટે ખેડૂતો સહાયની માગ કરી રહ્યા છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે નેશનલ હાઈવે ઓથોરિટી શું ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવશે. આ તરફ ઘેડ પંથકમાં પણ ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાતા 1 હજાર ખેતીના પાકને નુકસાન થયુ છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો