Junagadh: જૂનાગઢના ભાજપના MLA એ લખ્યો CMને પત્ર, અધિકારીઓની કામગીરી પર ઉઠાવ્યા સવાલ, જુઓ Video
MLA Sanjay Koradia writes letter to CM

Junagadh: જૂનાગઢના ભાજપના MLA એ લખ્યો CMને પત્ર, અધિકારીઓની કામગીરી પર ઉઠાવ્યા સવાલ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 05, 2023 | 10:30 PM

Gujarat Video: MLA સંજય કોરડીયાએ પૂરની સ્થિતિ માટે ગેરકાયદેસર બાંધકામ જવાબદાર હોવાનુ કહ્યુ છે. આ માટે ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.

 

જૂનાગઢમાં તાજેતરમાં ભારે વરસાદેને લઈ પૂર આવ્યુ હતુ. જૂનાગઢ શહેરમાં અનેક રસ્તાઓ ધસમસતા પાણીથી નદી સમાન બન્યા હતા. લોકો પણ પાણીમાં તણાયા હતા અને વાહનો પણ પાણીમાં કાગળની હોડીઓની માફક તણાયા હતા. પૂરની સ્થિતિને લઈ હવે સ્થાનિક ધારાસભ્ય સંજય કોરડીયાએ અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે. કોરડીયાએ આ અંગે કાર્યવાહી કરવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. ધારાસભ્ય કોરડીયાએ પૂરની સ્થિતિ માટે ગેરકાયદેસર બાંધકામ બતાવ્યુ છે. આ માટે અધિકારીઓના ભ્રષ્ટાચારને જવાબદાર હોવાનુ બતાવતા આવા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે.

ધારાસભ્યે ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. તેઓએ પત્ર લખીને અધિકારીઓ સામે જ સવાલ કરી દીધા છે. પૂરની સ્થિતિ સર્જાવા પાછળ બાંધકામ ગેરકાયદેસર રીતે થયા હોવાનુ બતાવ્યુ હતુ. તેઓએ હવે મુખ્ય પ્રધાનને આ અંગે પત્ર લખીને યોગ્ય કરવા માટે કહ્યુ છે. બિલ્ડીંગ જૂનાગઢના કડીયાવાડ વિસ્તારમાં ધરાશાયી થવાની ઘટના વેળા પણ સ્થાનિક મ્યુનિપલ કમિશ્નરને જાહેરમાં ખખડાવતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો.

આ પણ વાંચોઃ  સાહેબ કરતા કર્મચારી સવાયો! મામલતદાર 1600 અને તલાટી 30000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા

જૂનાગઢ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો