Gujarat Lion : ગીર સિવાયના વિસ્તારોમાં પણ રહેઠાણ બનાવવા તરફ સિંહો વધ્યા આગળ, જુઓ Video
Junagadh: દિવસેને દિવસે સિંહોની વર્તણૂક બદલાઈ રહી છે. સિંહો ગ્રૂપમાંથી છૂટા પડીને નવો વિસ્તાર બનાવવા માંડતા બરડાથી બોટાદ સુધી તેમની ગર્જના સંભળાઇ રહી છે. વન વિભાગના જણાવ્યા અનુસાર 2020ની ગણતરી મુજબ રાજ્યમાં 674 સિંહ, 2024માં આ સંખ્યા 850થી વધુ થઈ શકે.
જંગલનો રાજા એવો સિંહ હવેના સમયમાં પોતપોતાના જૂથથી અલગ થઈને અમરેલી અને સાસણ ગીર જિલ્લાના બૃહદ ગીર સિવાયના અન્ય વિસ્તારોમાં જઇ તેમના નવા રહેઠાણની શોધમાં પડ્યા છે. જેથી મહત્વનુ છે કે જંગલોમાં રહેતા સિંહોની વર્તણૂકમાં આવેલો આ બદલાવ ઘણો નોંધનીય માનવમાં આવે છે. તેનું એક જ કારણ છે કે સિંહો પોતાનું વર્ચસ્વ ફેલાવવા માટે ઈનફાઈટની ઘટનાઓ ખૂબ સામાન્ય બની છે જોકે હવેના સમયમાં સિંહ તેમના ઝુંડમાંથી અલગ થઈને અન્ય સ્થળોને પહોંચી પોતાનો વિસ્તાર બનાવવાની શરૂઆત કરી છે.
આ પણ વાંચો : Ahmedabad: કોકેઈન ઝડપાવાના મામલે મોટા ખુલાસા, અમદાવાદ-સુરેન્દ્રનગરમાં રેવ પાર્ટી કરવા મંગાવતા ડ્રગ્સ, જુઓ Video
હાલમાં આ જ કારણે પોરબંદરના બરડાથી લઈ બોટાદ સુધી સિંહગર્જના સંભળાઈ રહી છે. આ બાબતને લઈ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અધિકારી આરાધના સાહૂએ જણાવ્યુ હતું કે, જો 2020ના આંકડા તરફ નજર કરીએ તો એક ગણતરી મુજબ સમગ્ર રાજ્યમાં સિંહોની સંખ્યા 674 હતી. જોકે આ બાબતે વન વિભાગના અન્ય એક ઉચ્ચ અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સામાન્ય રીતે સિંહોનો વૃદ્ધિ દર 29 ટકા જેટલો હોય છે. આ સંદર્ભે ગણતરી કરવામાં આવે તો 2024ની વસ્તી ગણતરી દરમ્યાન સિહોની સંખ્યા 850થી પણ વધુ હોઈ શકે છે તેવો અંદાજ લ્ગવવામાં આવ્યો હતો.
(ઈનપુટ ક્રેડિટ – વિજયસિંહ પરમાર, જુનાગઢ)
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો