Gir Somnath: જંગલના રાજા સિંહને કુદરતના ખોળે વિહરતા જોવા હોય ગીર સાસણ શ્રેષ્ઠ સ્થળ છે. ગીરના જંગલમાં જ રાજ્યના વન પર્યાવરણ વિભાગ દ્વારા સિંહ દર્શનની સુવિધા પણ ઉપલબ્ધ છે. ગીર સાસણ પ્રવાસીઓમાં હોટ ફેવરીટ છે. ગુજરાતમાં સૌથી વધુ પ્રવાસીઓ ગીર સાસણ અભયારણ્યની મુલાકાતે આવે છે. આ અભયારણ્યોના માધ્યમથી રાજ્ય સરકારને રૂપિયા 13.14 કરોડની આવક થઇ છે.