Video: જુનાગઢમાં સૌરાષ્ટ્ર ક્રેડિટ કો-ઓપરેટીવ બેંકના 2 અધિકારીઓ સામે 4.96 લાખની છેતરપિંડી આચરવાની ફરિયાદ

|

Jan 15, 2023 | 8:54 PM

જુનાગઢ: ખોરાસાની સૌરાષ્ટ્ર ક્રેડિટ કો-ઓપરેટિવ બેંકના 2 અધિકારીઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં બેંકના ચેરમેન અને મંત્રી સામે ફરિયાદ નોંધાઈ છે. બંનેએ 4.96 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

જુનાગઢમાં ખોરાસાની સૌરાષ્ટ્ર ક્રેડિટ કો-ઓપરેટીવ બેંકના 2 અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. સૌરાષ્ટ્ર ક્રેડિટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન અને મંત્રી સામે ફરિયાદ નોંધાતા ચેરમેન સુરેશ જેશુરની ચોરવાડ પોલીસે ધરપકડ કરી લીધી છે. 4.96 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદના મામલે પોલીસે ચેરમેન વિરુદ્ધ કાર્યવાહી કરી છે. બેંકના અધિકારીઓએ વધારે વ્યાજની લાલચ આપી કૌભાંડ આચર્યું છે. આ કૌભાંડમાં માળિયાહાટીના તાલુકાના લોકો ફસાયા હોવાની માહિતી મળી રહી છે. સમગ્ર કૌભાંડમાં 700 ગ્રાહકોના કરોડોથી વધારે રૂપિયા ફસાયા હોવાની માહિતી મળી છે. હાલ તો કૌભાંડ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

તો આ તરફ જુનાગઢના બંધળા ગામે મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. મહાદેવની મૂર્તિ પર લગાવેલુ 8 કિલો ચાંદીનું થાળુ ચોરાઈ ગયુ છે. ચાંદીના થાળુની ચોરી થતા વંથલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને લઈને હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: દ્વારકામાં મગફળી ખરીદી પૈસા ન ચુકવી છેતરપિંડી કરનાર શખ્સ પાસેથી 91 લાખની રકમની કરાઈ રિકવરી

પૂજારીના જણાવ્યા મુજબ સવારે આરતીના સમયે મંદિરમાં આવતા મંદિરમાં ચોરી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. મંદિરના દરવાજાનું લોક તૂટેલુ હતુ. તેમજ ગર્ભગૃહમાં મહાદેવની મૂર્તિ પર 8 કિલો ચાંદીનું થાળુ ગુમ થયુ હતુ. મોડી રાત્રે મંદિરમાં થયેલી આ ચોરીની ઘટનાની જાણ પૂજારીને થતા તેમણે ગામના સરપંચ, ઉપસરપંચ અને વંથલી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ચોરાયેલા ચાંદીનુ થાળુ 8 કિલોનું હતુ અને તેની કિંમત 2 લાખ 90 જેટલી હતી.

Next Video