Kheda Video : વસો તાલુકાનું ઝારોલ ગામ થયું સંપર્ક વિહોણું, ગામમાં ફરી વળ્યા શેઢી નદીના પૂરના પાણી
શેઢી નદીમાં પૂરના કારણે હાલ ઝારોલ ગામના રસ્તાઓ જળ મગ્ન બન્યા છે. નદીના પૂરના પાણી હાલ ગામમાં વિનાશ વેરી રહ્યા છે. લોકોના ઘરો, ખેતરો તમામ જગ્યાઓમાં બસ પાણી જ પાણી જોવા મળે છે.
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ખેડા જીલ્લાના વસો તાલુકાનું ઝારોલ ગામ સંપર્ક વિહોણું બની ગયુ છે. ઝારોલ ગામમાં ભારે વરસાદના કારણે નજીકની શેઢી નદીના છલકાઈ ગઈ હતી અને તેના પૂરના પાણી સમગ્ર ગામમાં ફરી વળતા આખે આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે.
વસો તાલુકાનું ઝારોલ થયું સપર્ક વિહોણું
શેઢી નદીમાં પૂરના કારણે હાલ ઝારોલ ગામના રસ્તાઓ જળ મગ્ન બન્યા છે. નદીના પૂરના પાણી હાલ ગામમાં વિનાશ વેરી રહ્યા છે. લોકોના ઘરો, ખેતરો તમામ જગ્યાઓમાં બસ પાણી જ પાણી જોવા મળે છે. ત્યારે આ પૂરના પાણીના કારણે ગામ લોકોની સ્થિતિ દયનીય બની છે.
સમગ્ર ગામમાં ફરી વળ્યા નદીના પાણી
ગામના નાગરિકોના કેહવા મુજબ ગામની છેલ્લા ચાર દિવસથી પાણી ભરાઈ રહેવાના કારણે સ્થિતિ ખરાબ બની છે. એક તરફ ભારે વરસાદ બીજી તરફ સેઢી નદીના પૂરના પાણી ગામમા ફરી વળતા જનજીવન ખોરવાયું છે. હાઇવેથી લઈને ગામ સુધી શેઢી નદીના પાણી ફરી વળ્યા છે.
Published on: Aug 30, 2024 12:50 PM