Chhota Udepur : બોડેલી-પાવીજેતપુર હાઇવે પર અકસ્માતમાં 1નું મોત, જીપમાં દારુની હેરાફેરી થતી હોવાનો સામે આવ્યુ, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે છોટાઉદેપુરના બોડેલી-પાવીજેતપુર હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી. સુસ્કાલ ગામ પાસે જીપ અથડાતા એક કિશોરીનું મોત નિપજ્યું છે.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે છોટાઉદેપુરના બોડેલી-પાવીજેતપુર હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી. સુસ્કાલ ગામ પાસે જીપ અથડાતા એક કિશોરીનું મોત નિપજ્યું છે. મુસાફરોની આડમાં દારુની હેરાફેરી કરાતી હોવાનું સામે આવ્યું છે. ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જીપ ઝાડ સાથે અથડાયા બાદ જીપમાં દારૂ હોવાનો ખુલાસો થયો છે. ગાડીની છત પર ચોરખાનું બનાવી દારુની હેરાફેરી કરાતી હોવાનું સામે આવ્યું છે.
બોડેલી-પાવીજેતપુર હાઇવે પર અકસ્માતમાં 1નું મોત
ઉલ્લેખનીય છે કે બોડેલી-પાવીજેતપુર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. જીપ અથડાતા એક કિશોરનું મોત નિપજ્યું છે. મુસાફરોની આડમાં દારુની હેરાફેરી થતો હોવાનું સામે આવ્યું છે. ગાડીની છત પર ચોરખાનું બનાવી દારુની હેરાફેરી કરાતી હોવાનું સામે આવ્યું છે.
