Jamnagar : ગરબાની પ્રેક્ટિસ દરમિયાન યુવકને આવ્યો હાર્ટએટેક,મિનિટોમાં જ મોત, જુઓ Video

|

Sep 26, 2023 | 10:10 AM

જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તારમાં યુવક ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. પ્રેક્ટિસ દરમિયાન કોઇ કંઇ સમજે તે પહેલા જ યુવક વિનીત ઢળી પડ્યો હતો. હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો અને મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યુ છે. મહત્વપૂર્ણ છે કે યુવક સ્ટેપ એન્ડ સ્ટાઇલ ગરબા ક્લાસમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

Jamnagar : મા અંબાના નવલા નોરતોનો થનગનાટ 19 વર્ષિય યુવક માટે મોતનું કારણ બન્યો છે.જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તારમાં યુવક ગરબાની (Garba)  પ્રેક્ટિસ કરી રહ્યો હતો. પ્રેક્ટિસ દરમિયાન કોઇ કંઇ સમજે તે પહેલા જ યુવક વિનીત ઢળી પડ્યો હતો. હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો અને મોતનું કારણ હાર્ટ એટેક (Heart attack) હોવાનું સામે આવ્યુ છે. મહત્વપૂર્ણ છે કે યુવક સ્ટેપ એન્ડ સ્ટાઇલ ગરબા ક્લાસમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

આ પણ વાંચો- ગાંધીનગરમાં મળશે આજે કેબિનેટની બેઠક, પૂર બાદની સ્થિતિ, PMના ગુજરાત પ્રવાસ પર થશે ચર્ચા, જુઓ Video

અગાઉ જૂનાગઢમાં પણ ગરબાની પ્રેક્ટિસ દરમિયાન આશાસ્પદ યુવકનું હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું.આમ નવલા નોરતા પહેલા રાજ્યમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ એટેકથી મોતની 2 ઘટના સામે આવી ચૂકી છે અને બંને ઘટનાઓમાં યુવાઓ જાની દુશ્મન એવા હાર્ટ એટેકના શિકાર બન્યા છે.

તો ચાલુ મહિને સપ્ટેમ્બર અત્યાર સુધી રાજ્યમાં હાર્ટ એટેકથી મોતની કુલ 6 ઘટનાઓ સામે આવી ચૂકી છે. ભલે શહેર અલગ અલગ હોય, હાર્ટ એટેકનો શિકાર બનનાર વ્યક્તિ અલગ હોય, પરંતુ તમામ ઘટનામાં હાર્ટ એટેકનો શિકાર યુવાઓ બન્યા છે. એટલે કે યુવાઓ પર હ્રદય રોગના હુમલાનું જોખમ વધી રહ્યું છે. નાની વયે જ યુવાઓ એટેકનો સામનો કરવામાં નબળા પડી રહ્યા છે અને મોતને ભેટી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video