Jamnagar : ખીમરાણાને જોડતો મુખ્ય રસ્તો એક મહિનાથી બંધ હાલતમાં, મંથર ગતિની કામગીરીથી ગામલોકો પરેશાન- જુઓ Video

Jamnagar: જામનગરથી ખીમરાણાને જોડતો મુખ્ય માર્ગ એક મહિનાથી બંધ હોવાથી ગામલોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ગામમાં અન્ય કોઈ ડાયવર્ઝન ન હોવાથી લોકોને 15 કિલોમીટર ફરીને જવુ પડે છે. જૂનો પૂલ તોડીને નવા પુલની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 7:25 PM

 Jamnagar:  જામનગરના ખીમરાળા ગામને જોડતો મુખ્ય રસ્તો જ બંધ થઇ ગયો હોવાથી ગ્રામજનોને ખૂબ હાલાકી વેઠવી પડી રહી છે. ગામને જોડતા મુખ્ય રસ્તા પર પુલની કામગીરી તો ચાલુ છે પરંતુ તે ખૂબ જ મંથર ગતિએ ચાલી રહી છે. પુલ પાસે અન્ય કોઇ ડાયવર્ઝન પણ નથી અપાયું, જેના કારણે મુશ્કેલી પડી રહી છે. વરસાદ આવે તો ગામમાં પાણી ભરાઇ જાય છે. તેમજ નદીના પાણી પણ આસપાસના વિસ્તારમાં ફરી વળે છે. તેથી તંત્ર દ્વારા ગામને જોડતો જૂનો પુલ તોડીને નવા પુલની કામગીરી હાથ ધરાઇ છે પણ કામગીરી ક્યારે પૂરી થશે હજુ સુધી તેનો કોઇ ઉકેલ નથી આવ્યો.

ખીમરાણાથી દૈનિક અવરજવર કરતા વિદ્યાર્થીઓ, શ્રમીકોને ભારે હાલાકી

પુલની કામગીરી પૂરી નથી થઇ, તેમજ અન્ય કોઇ ડાયવર્ઝન પણ ન બન્યો હોવાના કારણે ગ્રામજનોએ 15 કિલોમીટર ફરીને જવું પડે છે. ખીમરાણા ગામ અંદાજિત 10 હજારથી વધુ લોકોની વસતી ધરાવે છે. ગામથી દૈનિક અવરજવર કરતા શાળાના બાળકો, શ્રમિકોથી લઇ તમામ વ્યક્તિઓને મુશ્કેલી પડી રહી છે. જેની પાસે વાહન છે, તે 15 કિમી ફરીને જતા રહે છે પણ જેમની પાસે વાહન નથી તે લોકો કઇ રીતે અવરજવર કરે. ગ્રામજનોએ માગ કરી છે, પુલની કામગીરી જલ્દી પૂરી થાય અને ત્યાં સુધી અન્ય ડાયવર્ઝન આપવામાં આવે. અગાઉ બે વખત માટીનો ડાયવર્ઝન બનાવાયો હતો પરંતુ વરસાદી પાણીમાં માટી ધોવાઇ ગઇ અને રસ્તો ફરી બંધ થઇ ગયો. તંત્રને અનેક વાર રજૂઆત કરી પણ નિરાકરણ નથી આવ્યો.

આ પણ વાંચો : Jamnagar: જામનગરને ટીબી મુક્ત કરવા યોજાયો વર્કશોપ, TBના કેસમાં 40%નો નોંધાયો ઘટાડો

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">