જામનગર સમાચાર : પેલેસ્ટાઈનને સમર્થન કરતો વીડિયો આવ્યો સામે, રેલીમાં વિધર્મી યુવકોના વાહન પર જોવા મળ્યો પેલેસ્ટાઈનનો ઝંડો

| Edited By: | Updated on: Oct 29, 2023 | 7:46 AM

છેલ્લા કેટલાક સમયથી ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ થઈ રહ્યુ છે. ત્યારે યુદ્ધામાં બંન્ને દેશોના સમર્થનમાં અનેક લોકોએ રેલીઓ કાઢી હતી. જેમાં ગુજરાતના જામનગરમાં પણ કેટલાક તત્વો દ્વારા પેલેસ્ટાઈન સમર્થમાં રેલી કાઢી હોવાનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં યુવકોએ પોતાના વાહન પર પેલેસ્ટાઈનનો ઝંડો લગાવયો હોવાનું જોવા મળી રહ્યું છે.

તાજેતરમાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ થઈ રહ્યુ છે. જેને લઈ અલગ – અલગ દેશોમાં લોકો દ્વારા પેલેસ્ટાઈન કે ઈઝરાયેલના સમર્થનમાં રેલીઓ કાઢવામાં આવી રહી છે. ત્યાં ગુજરાતમાં પણ કેટલાક લોકોએ એવા છે જેઓ આ જંગમાં પેલેસ્ટાઈનને સમર્થન કરી રહ્યા છે.

પેલેસ્ટાઈનના સમર્થનનો વધુ એક વીડિયો જામનગરમાં સામે આવ્યો છે. જેમાં વિધર્મી યુવકો પોતાના વાહન પર પેલેસ્ટાઈનનો ઝંડો લગાવીને ફરી રહ્યા છે. જેને લઈને પોલીસે કાર્યવાહી પણ કરી હતી. પોલીસે વાહનો જપ્ત કરવા સહિતની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : Jamnagar Video : બેફામ બે વ્યાજખોરોએ વેપારીઓ પાસે વ્યાજ પેટે પડાવ્યા લાખો રુપિયા, આરોપી ફરાર

તો ગુજરાતમાં આ પહેલી ઘટના નથી. તાજેતરમાં પણ રાજકોટમાં આવા જ દ્રશ્યો સામે આવ્યા હતા. જ્યાં ઈઝરાયલના વિરોધમાં પોસ્ટર્સ લાગ્યા હતા. રસ્તા પર કચડાય તે રીતે ઈઝરાયલના ઝંડાના પોસ્ટર લગાવાયા હતા. જોકે સમગ્ર બાબતને લઈને પોલીસે 4 શખ્સોની અટકાયત કરીને પૂછપરછ કરી હતી.ત્યારે હવે જામનગરમાં પેલેસ્ટાઈનને સમર્થન કરતા પોસ્ટરથી પોલીસ હરકતમાં આવી છે.

જામનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો