Jamnagar : રણમલ તળાવ શહેરીજનો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, જુઓ Video

|

Jul 16, 2023 | 5:32 PM

ભારે વરસાદને કારણે તળાવની પાળ પાસે બે જગ્યાએથી દિવાલ તૂટી જતા તળાવમાં પ્રવેશ બંધ કરાયો હતો.દિવાલ તૂટવાની જગ્યા પર બેરીકેટ મુકવામાં આવ્યા છે.જેથી લોકો તળાવની અન્ય જગ્યાએ અવરજવર કરી શકે છે.

Jamnagar : જામનગરમાં બે સપ્તાહ બાદ ફરી રણમલ તળાવ(Ranman Talav) શહેરીજનો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.ભારે વરસાદને કારણે તળાવની પાળ પાસે બે જગ્યાએથી દિવાલ તૂટી જતા તળાવમાં પ્રવેશ બંધ કરાયો હતો.દિવાલ તૂટવાની જગ્યા પર બેરીકેટ મુકવામાં આવ્યા છે.જેથી લોકો તળાવની અન્ય જગ્યાએ અવરજવર કરી શકે છે.રણમલ તળાવમાં દૈનિક 3 હજારથી વધુ લોકો તળાવની પાળે આવતા હોય છે.

આ પણ વાંચો : Ahmedabad: છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ બન્યુ લેઝર રીડર્સની પ્રથમ પસંદ, વાંચકોના મનપસંદ ઍરપોર્ટની યાદીમાં મેળવ્યુ ચોથુ સ્થાન

આ ઉપરાંત હવે, અમદાવાદ બાદ હવે જામનગર શહેરમાં પણ રીવરફ્ન્ટ બને તેવી માગ ઉઠી છે.રીવરફ્ન્ટ પ્રોજેકટ માટે ધારાસભ્ય રીવાબા જાડેજાએ મુખ્ય પ્રધાનને રજૂઆત કરી છે.શહેરમાં અનેક જગ્યાએ ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે રીવરફન્ટ બને તેવી ધારાસભ્યએ માગ કરી હતી.

રીવરફ્ન્ટ પ્રોજેકટના અમલ માટે કુલ 700 કરોડની ગ્રાન્ટની જરૂરીયાત છે. આ પ્રોજેકટથી શહેરમાં ફરવાનું સ્થળ અને નવુ નજરાણું શહેરને મળશે તેવું ધારાસભ્યું કહેવું છે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:05 pm, Sun, 16 July 23

Next Video