જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં કપાસની મબલખ આવક

|

Dec 29, 2021 | 8:28 PM

હાપા માર્કેટયાર્ડમાં પાછલા ત્રણ મહિનાથી રોજ 2500 ભારી કપાસની આવક થાય છે.તો ખેડૂતો કપાસના મણ દીઠ 1900 રૂપિયા સુધીનો ભાવ મળતા ખુશખુશાલ થયા છે.

ગુજરાતમાં(Gujarat) જામનગરના(Jamnagar) હાપા માર્કેટયાર્ડમાં કપાસની(Cotton) મબલખ આવક થઈ રહી છે. જેમાં હાપા માર્કેટયાર્ડમાં પાછલા ત્રણ મહિનાથી રોજ 2500 ભારી કપાસની આવક થાય છે.તો ખેડૂતો કપાસના મણ દીઠ 1900 રૂપિયા સુધીનો ભાવ મળતા ખુશખુશાલ થયા છે. કપાસના ખેડૂતોને ગત વર્ષે 1365 જેટલો ભાવ મળતો હતો. તો ચાલુ વર્ષે ખેડૂતોને 1900 સુધીના સરેરાશ ભાવ મળી રહ્યો છે.

ગુજરાતના ચાલુ વર્ષે સારા ચોમાસાના પગલે રાજયના મગફળી બાદ કપાસનું પણ મબલખ ઉત્પાદન થયું છે. જેના પગલે ખેડૂતોને પાકના સારા એવા ભાવ પણ મળી રહ્યા છે. તેમજ માર્કેટ યાર્ડના વેચાણ માટે ખેડૂતો પણ આવી રહ્યા છે.

આ પણ વાંચો : અમદાવાદમાં ત્રીજી લહેરની દસ્તક, આઠ દિવસમાં કોરોનાના કુલ 1303 કેસ નોંધાયા

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના બન્યો બેફામ, નવા 548 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 1902 થયા, ઓમિક્રોનના નવા 19 કેસ

 

Next Video