Jamangar: સપડામાં ડેમમાં ડુબવાથી પાંચ લોકોના મોત, જુઓ Video

|

Jul 29, 2023 | 10:50 PM

જામનગરમાં સપડા નજીક ડેમ પાસે પાણીમાં નહાવા પડેલા પાંચ લોકોના તણાઇ જતાં મૃત્યુ થયા છે. જેમાં પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જેમાં બે મહિલા અને ત્રણ યુવાનના મૃતદેહ મળી આવ્યા છે. જેમાં જામનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે જિલ્લાના મોટાભાગના ડેમમાં પાણીની આવક વધી છે.

Jamnagar: જામનગરમાં સપડા નજીક ડેમ પાસે પાણીમાં નહાવા પડેલા પાંચ લોકોના તણાઇ જતાં મૃત્યુ(Death)થયા છે. જેમાં પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જેમાં બે મહિલા અને બે  યુવાન અને એક પુરુષના મૃતદેહ મળી આવ્યા છે. જેમાં જામનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે જિલ્લાના મોટાભાગના ડેમમાં પાણીની આવક વધી છે.તેમજ અનેક ડેમો ઓવરફલો થયા છે.

સર્ચ ઓપરેશન કરતા પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા

જામનગર નજીક આવેલા સપડા ડેમમાં બે પરિવારના કુલ 5 લોકો ડેમમાં ડુબી જવાથી મોત થયા છે. ગ્રામ જનોને જાણ થતા ફાયરની રેસ્કયુ ટીમને જાણ કરી હતી. અંદાજે બે કલાકના ડેમના પાણીમાં સર્ચ ઓપરેશન કરતા પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. 5 લોકો મૃત હાલતમાં મળી આવ્યા. લાશનો કબજો પોલીસે મેળવીને પીએમ માટે મોકલેલ છે.

યુવાન મિત્રો પાણીમાં નહાવા પડયા

જામનગરમાં સાર્વત્રિક વરસાદ બાદ મોટાભાગના ડેમ ઓવરફલો થયા છે. તો ડેમની આસપાસ કુદરતી સૌદર્ય ખીલ્યુ છે. તેથી આવી અનેક જગ્યાએ પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય છે. જામનગર નજીક આવેલા સપડા ગામમાં સપડા ડેમ પાસે બે પરિવાર પાંચ લોકો ફરવા માટે આવ્યા હતા. જે ડેમમાં ડુબી જવાથી પાંચેય લોકોના મોત થયા છે. એક પરિવારના ત્રણ લોકો જેમાં માતા-પિતા અને પુત્ર તેમના પાડોશી પરીવાર જે માતા-પુત્ર સાથે ડેમ સાઈડ પર ફરવા માટે આવ્યા હતા. જે યુવાન મિત્રો પાણીમાં નહાવા પડયા.

અંદાજે 2 કલાક સુધી સર્ચ ઓપરેશન કર્યુ

પરંતુ ડેમની ઉંડાઈથી અજાણ હોય તો ઉંડા પાણીમાં ડુબવા લાગ્યા. જે બંને યુવાનોને બચાવવા માટે તેમના વાલી પણ ડેમમાં કુદી પડયા પરંતુ ઉંડા પાણીમાં પાંચેય લોકો ડુબ્યા હતા. જેની જાણ આસપાસ રહેલા લોકોને થતા મદદ માટે ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરની રેસ્કયુ ટીમ દોડી આવી અને અંદાજે 2 કલાક સુધી સર્ચ ઓપરેશન કર્યુ. એક બાદ એક વ્યકિતને બહાર કાઢવામાં આવ્યા.

જેમાં 2 મહિલા, 2 યુવાનો અને એક પુરૂષનો સમાવેશ થાય છે. જે તમામના ડુબી જવાથી મોત થયા છે. બનાવની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનોએ સરપંચને જાણ કરી હતી. સરપંચ નિલેશ કંઝવાને જાણ થતા તેણે તમામ લગત વિભાગને જાણ કરી. ફાયરની ટીમને મદદ માટે બોલાવી. સાથે 108 એમ્બ્યુલસની ટીમને જાણ કરી. સાથે પોલીસને બનાવની જાણ કરી હતી.

જામનગર શહેરના દિગ્વિજય પ્લોટમાં બંને પરિવાર પડોશમાં રહેતા હતા. જેમાં મહેશ કાનજી મંગે ઉમર 42, તેમના પતિ લીના મહેશ મંગે ઉમર 40 અને તેમનો 19 વર્ષીય યુવાન દિકરો સિધ્ધાર્થ મહેશ મંગે એક પરીવારના ત્રણ લોકો ના ડુબવાથી મોત થયા છે. અને સાથે આવેલા પડોશી અનિતા વિનોદ દામા ઉમર 45 અને તેનો સગીર વયનો 16 વર્ષીય રાહુલ વિનોદ દામાનુ ડુબી જવાથી મોત થયા છે.

પરિવારમાં શોકનુ મોજુ ફરી વળ્યુ

પોલીસે પાંચેયની લાશનો કબ્જો મેળવીને પોસ્ટમાર્ટમ માટે મોકલેલ છે. અજાણ્યા પાણીમાં ન્હાવા માટે પડતા બે પરિવારના 5 લોકોના મોત થયા છે. જેનાથી પરિવારમાં શોકનુ મોજુ ફરી વળ્યુ છે.

 

આ પણ વાંચો : Gujarat Police Uniform: ગુજરાત પોલીસના પહેરવેશમાં કેવા થશે ફેરફાર, શું હતું ગણવેશ બદલવાનું કારણ જાણો

 

 

 

Published On - 7:22 pm, Sat, 29 July 23

Next Video