Jamnagar : જિલ્લા કોંગ્રેસ પ્રમુખને સરકારનો વિરોધ ભારે પડ્યો,આત્મવિલોપનના પ્રયાસ બદલ ફરિયાદ દાખલ

|

Aug 07, 2022 | 12:43 PM

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની મુલાકાત પહેલા શહેર કૉંગ્રેસ (Congress) પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાએ આત્મવિલોપનનો પ્રયાસ કરીને વિરોધ નોંધાવ્યો હતો

ગઈકાલે CM ભૂપેન્દ્રપટેલની (CM Bhupendra patel) સમીક્ષા બેઠક દરમિયાન આત્મવિલોપનનો પ્રયાસ કરનાર કોંગ્રેસના પ્રમુખ વિરેન્દ્રસિંહે (Congress Virendrasinh) અને અન્ય એક કાર્યકર સામે પોલીસ (jamnagar police) ફરિયાદ નોંધવામાં આવી છે. મહત્વનું છે કે બંને સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, મુખ્યપ્રધાનની મુલાકાત પહેલા શહેર કૉંગ્રેસ (Congress) પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાએ આત્મવિલોપનનો પ્રયાસ કરીને વિરોધ નોંધાવ્યો હતો.

લમ્પી વાયરસની કામગીરીને લઈને કોંગ્રસના આક્ષેપ

સાથે જ કોંગ્રેસ દ્વારા લમ્પી અંગેની (lumpy virus)  કામગીરીને લઇને સરકાર પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. યોગ્ય કામગીરી ન થતી હોવાના આક્ષેપ સાથે જ કલેક્ટર કચેરી બહાર કોંગ્રેસ પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

CMએ લમ્પી વાયરસથી અસરગ્રસ્ત જિલ્લાની લીધી મુલાકાત

જામનગરની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌપ્રથમ કોર્પોરેશન (Jamnagar Corporation)  સંચાલિત લમ્પીગ્રસ્ત પશુઓના આઈસોલેશન વોર્ડની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પશુઓની સારવાર અંગે નિરીક્ષણ કર્યુ હતુ અને દવાઓ અંગે પણ જાણકારી મેળવી હતી. ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે લમ્પી વાયરસના (lumpy virus case) કારણે ઉદ્ભવેલી સ્થિતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલ, રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ, પશુપાલન ખાતાના સચિવ, નિયામક સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં મુખ્યમંત્રીએ લમ્પી વાયરસને કેવી રીતે અંકુશમાં લેવો તે વિશે જરૂરી માહિતી અને સૂચના આપી હતી.

Published On - 12:41 pm, Sun, 7 August 22

Next Video