Jamnagar Video: જી જી હોસ્પિટલમાં રેગિંગની ઘટના ! ડૉ. પ્રતિક પરમાર સામે એક વિદ્યાર્થીએ કરી ફરિયાદ
વિદ્યાર્થીએ ફરિયાદ કરી છે કે સિનિયર તબીબોએ માનસિક ત્રાસ આપી જાહેરમાં અપમાનિત કર્યા હતા. સાથે જ વિદ્યાર્થીએ ડૉ. પ્રતિક પરમાર સામે કેસ પેપર ફાડી નાખવા અને પૈસા ભરાવવા જેવા ત્રાસ આપવાનો પણ આરોપ લગાવ્યો છે.
Jamnagar : જામનગરની જી જી હોસ્પિટલ (G G Hospital) ફરી વિવાદોમાં આવી છે. ફરી એકવાર જી જી હોસ્પિટલમાં રેગિંગની (Raging) ઘટના બની છે. એમ પી શાહ મેડિકલ કોલેજના સર્જરી વિભાગના એક વિદ્યાર્થીએ ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ડૉ. પ્રતિક પરમાર (Dr Pratik Parmar) સામે રેગિંગની ફરિયાદ કરી છે. વિદ્યાર્થીએ ફરિયાદ કરી છે કે સિનિયર તબીબોએ માનસિક ત્રાસ આપી જાહેરમાં અપમાનિત કર્યા હતા. સાથે જ વિદ્યાર્થીએ ડૉ. પ્રતિક પરમાર સામે કેસ પેપર ફાડી નાખવા અને પૈસા ભરાવવા જેવા ત્રાસ આપવાનો પણ આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થીએ દિલ્હી એન્ટિ રેગિંગ કમિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફરિયાદ કરી છે.
આ પણ વાંચો-Gandhinagar: એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂની હેરાફેરી, દારુની 156 બોટલ મળી આવી, જૂઓ Video
તો બીજી તરફ રેગિંગની ફરિયાદ મુદ્દે એમ પી શાહ મેડિકલ કોલેજના ડીને નિવેદન આપ્યુ છે કે આ ફરિયાદ રેગિંગની પરિભાષામાં નથી આવતી. કામના વધુ ભારણને પગલે ખોટી ફરિયાદ કરવામાં આવી છે. રેસિડેન્સી તબીબોની સંખ્યા ઓછી હોવાથી કામનું ભારણ છે. જુનિયર્સ કામમાં ગફલત ન કરે તે માટે સિનિયર્સને સૂચના અપાઇ છે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો