Jamnagar : ચોમાસા પહેલા મહાનગરપાલિકા સતર્ક, સાધના કોલોનીમાં જર્જરિત આવાસના બે બ્લોકનું ડિમોલિશન હાથ ધર્યુ, જુઓ Video

|

Jun 08, 2024 | 2:29 PM

જામનગરની સાધનાકોલોનીમાં જર્જરિત આવાસમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.કોલોનીમાં જર્જરિત આવાસના બે બ્લોકનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. હાઉસિંગ બોર્ડ અને મનપાની ટીમ 24 ફ્લેટના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરીવામાં આવી છે.

ગુજરાતમાં ચોમાસુ બેસવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાએ ચોમાસામાં જર્જરિત મકાનોને લઇને કોઇ દુર્ઘટના ન બને તે માટે કામગીરી હાથ ધરી છે. જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા  સાધના કોલોનીમાં જર્જરિત આવાસમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જામનગરની સાધના કોલોનીમાં જર્જરિત આવાસના બે બ્લોકનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. હાઉસિંગ બોર્ડ અને મનપાની ટીમ 24 ફ્લેટના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરીવામાં આવી છે. જો કે આવાસ ડિમોલિશનને લઈને સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો છે.

ચોમાસા પહેલા તંત્રએ જર્જરિત આવાસને ખાલી કરવાની તાકીદ કરી છે. સ્થાનિકોની માગ છે કે વૈકલ્પિક વ્યવસ્થા કરો પછી સ્થળાંતર કરશું. છતા તંત્રએ આવાસ તોડી પાડવાની કામગીરીનો આદેશ આપ્યો છે. જામનગરના કોર્પોરેશન આવાસના પાણી, વીજ કનેકશનને કાપી નાખ્યા બાદ ડિમોલિશન શરૂ કર્યું છે.જર્જરિત આવાસને રી-ડેવલપમેન્ટ સ્કીમમાં મુકવામાં આવ્યા છે. પરંતુ કોઈ ટેન્ડર ભરાયા નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video